Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૮૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા માંડે અને પોતાની શાસ્ત્રવિરુદ્ધ માન્યતા ખુલ્લી પડી ન જાય - પોલ ખુલ્લી ન થઈ જાય, એ માટેનો રઘવાટ પત્રની વચ્ચે મૂકાયેલી નોંધ જોવાથી સમજી શકાય છે. પત્રપૂરો થાય તેવી રાહ જોયા વિના વચ્ચે જ નોંધ મૂકવાની ઉતાવળ થઈ છે, એ જ બતાવે છે કે, ક્યાંક કાચું કપાઈ ગયું છે. જે પત્ર દ્વારા પોતાની વાત સિદ્ધ કરવા મહેનત કરી છે, તે જ પત્રનો પત્રાંશ પોતાની વાત ઉપર પાણી ફેરવી નાંખે છે.
(૫) નોંધમાં “પત્રના પત્રાંશમાં જણાવેલ હકીકતની વધારે સ્પષ્ટતા માટે આ જ પુસ્તક (ધાર્મિક વહીવટ વિચાર)ના પરિશિષ્ટ-રને જોવાની આવશ્યકતા લખી છે અને પરિશિષ્ટ-૨માં વિસ્તૃત સમજણ આપી છે તેવો ખુલાસો કર્યો છે - આ તદ્દન અસત્ય વાત છે. પરિશિષ્ટ-રમાં અનધિકૃત સંમેલનના અનધિકૃત ઠરાવોના સમર્થનમાં કરેલી પોતાની પરસ્પર વિરુદ્ધ વાતોમાં અને શાસ્ત્ર તથા શાસ્ત્રાનુસારી પરંપરાથી તદ્દન વિરુદ્ધ જતી વાતોમાં “ચતુર કાગડો ચાર પગે બંધાય” એ ન્યાયે જ્યારે તેઓ ફસાઈ ગયા છે, ત્યારે કુતર્કોની ભરમાર ઊભી કરીને સત્યને છિન્ન-ભિન્ન કરવાનો કૂટપ્રયાસ માત્ર કર્યો છે. તેની સમાલોચના આગળ પ્રકરણ-૫ માં કરવાની જ છે.
(૬) આ પુસ્તકના પરિશિષ્ટ-રમાં આપેલો પૂ.પ્રેમસૂરિદાદાનો પત્ર નં-૬ પણ આ વિષયમાં ઘણો પ્રકાશ પાથરે છે.
(૨) પં. શ્રી ચંદ્રશેખરવિ ગણિવરના અભિપ્રાયઃ
(અ) જાગતાવેજો પુસ્તકના અંશો જિનપૂજા અંગે માર્મિક માર્ગદર્શન જિનપૂજાનો મુખ્ય ઉદ્દેશઃ મોક્ષપુરુષાર્થ સિદ્ધ કરવો એ જ ધર્મનો ઉદ્દેશ હોય. એમાં બાધક બને છે, અર્થ અને કામ પ્રત્યેનો મૂચ્છભાવ.
આ બે પ્રકારની મૂચ્છમાં પણ ધન પ્રત્યેની મૂર્છા વધુ પડતી ખતરનાક ગણવામાં આવે છે. કેમકે ચોવીસેય કલાક એ મૂરછેં જીવતી જ રહેતી હોય છે.