Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૯૩
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? પ્રવચનો પોતાના પરમકૃપાળુ ગુરુદેવ પૂજ્યપાદ આ.ભ. શ્રીમદ્ વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં વિ.સં. ૨૦૦૬ની સાલમાં પાલીતાણા મુકામે થયા હતા. તે સમયે આ પ્રવચનો “જૈન પ્રવચન” સાપ્તાહિક અને એ પછી “ચારગતિનાં કારણો” પુસ્તકમાં પ્રકાશિત થયા હતા.
(૨) પૂ.આ.ભ.શ્રીના પૂર્વોક્ત પ્રવચનાંશો જોતાં તેઓશ્રીની જિનપૂજા દેવદ્રવ્ય આદિ અંગેની માન્યતા સ્પષ્ટ રીતે જાણવા મળે છે. આમ છતાં એક ચોક્કસ વર્ગ “વિજયપ્રસ્થાન” અને “વિચાર સમીક્ષા” નામના પુસ્તકોના નામે જે અપપ્રચાર કરે છે, તે સત્યથી તદ્દન વેગળો છે તે સ્પષ્ટ સમજી શકાય છે. એમાં “ડૂબતો તરણું પકડે” એ નીતિ એમની જોવા મળે છે. શાસ્ત્રપાઠો સાથે વાત કરવામાં ફાવટ ન આવતાં જ્યાંથી જે મળ્યું તે સંદર્ભનો વિચાર કર્યા વિના કે એની સ્પષ્ટતા કર્યા વિના ઉઠાવીને
સ્વકપોલકલ્પિત વિચારોના સમર્થનમાં મૂકી દેવાનું કામ કર્યું છે. તે સજ્જનોચિત કાર્ય નથી. તદુપરાંત, આ અંગેના અનેકવાર ખુલાસા થઈ જવા છતાં તે સંબંધી અપપ્રચાર ચાલું રાખવો એ લેશમાત્ર યોગ્ય નથી.
• કુતર્કોની સમાલોચના:
શ્રાવકની પ્રભુપૂજા અંગે ઘણા કુતર્કો થયા હતા - થાય છે - ચાલે છે. તેની હવે સમલોચના કરીશું. શાસ્ત્રાજ્ઞા અને સુવિહિત પરંપરા એ વિષયમાં શું છે, તે આપણે જોયું જ છે. - સૌ પ્રથમ એક વાત સમજી લેવાની છે કે, કોઈપણ નિર્ણય, સિદ્ધાંત, વિધિ આદિની પ્રામાણિકતા, તે નિર્ણયાદિને શાસ્ત્રાજ્ઞા અને સુવિહિત પરંપરાનું પીઠબળ છે કે નહીં ? એ વિચારીને, જો તે નિર્ણયાદિને શાસ્ત્રાજ્ઞા-પરંપરાનું પીઠબળ હોય, તો તે નિર્ણયાદિને પ્રામાણિક ગણાય છે. તદુપરાંત, એ બંનેથી પ્રમાણભૂત બનેલા નિર્ણયાદિને સુયુક્તિઓસુતર્કો દ્વારા સમજી-સમજાવીને તેની શ્રદ્ધા મજબૂત બનાવવી પણ જરૂરી હોય છે. કુતર્કો દ્વારા સ્વાભિમતની સિદ્ધિ માટે શાસ્ત્રાજ્ઞા-પરંપરાથી સિદ્ધ