Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
७४
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા મંદિરનો પગાર કેમ આપી શકાય? એમ કરવામાં દેરાસરના પૈસે શ્રાવકોએ પોતાનું કામ કરાવ્યાનો દોષ લાગે.
(૩) તે પછી ગ્રંથકારશ્રીએ અગત્યનો ખુલાસો કર્યો છે કે,
"गृहचैत्यनैवेद्यचोक्षादि तु देवगृहे मोच्यमन्यथा गृहचैत्यद्रव्येणैव गृहचैत्यं पूजितं स्यान्न तु स्वद्रव्येण । तथा चानादरावज्ञादिदोषः, न चैवं युक्तं स्वदेहगृहकुटुम्बाद्यर्थं भूयसोऽपि व्ययस्य गृहस्थेन करणात् ।" ।
- ગૃહચૈત્યના નૈવેદ્ય-ચોખા વગેરે તો દેવગૃહ (સંઘમંદિર)માં મૂકવા જોઈએ, નહિ તો ગૃહચૈત્યના દ્રવ્ય વડે જ ગૃહત્ય પૂજાયેલું બને, પરંતુ સ્વદ્રવ્યથી પૂજાયેલું ન બને અને તેને અનાદર, અવજ્ઞા વગેરે દોષ લાગે છે. પોતાના દેહ, કુટુંબાદિ માટે ઘણો બધો વ્યય કરનારા ગૃહસ્થ માટે આ યોગ્ય નથી.”
સ્પષ્ટીકરણ :
(૧) વાત ગૃહમંદિરના અક્ષત-નૈવેદ્યાદિની ચાલે છે. તેમાં પ્રચલિત પદ્ધતિથી એને વેચતાં પ્રાપ્ત થયેલા પુષ્પભોગાદિ માટેની વ્યવસ્થા પૂર્વે બતાવી છે. હવે એવી રીતે અદલાબદલી ન કરવાની હોય ત્યારે ગ્રંથકારશ્રી જણાવે છે કે, તે ગૃહમંદિરના અક્ષત-નૈવેદ્યાદિ સંઘના દેરાસરમાં મૂકવા.
આથી ગૃહમંદિરનો શ્રાવક પોતાના ગૃહમંદિરના અક્ષતાદિને સંઘના મંદિરમાં યોગ્ય વ્યવસ્થા માટે અર્પણ કરે અને અર્પણ કરતી વખતે ખોટી પ્રશંસા, પ્રભુની આજ્ઞાનો અનાદર, અવજ્ઞા વગેરે દોષો ન લાગે તે માટે પૂર્વનિર્દિષ્ટ રીતે ખુલાસો પણ કરે.
3 હવે ગૃહમંદિરવાળા અને ગૃહમંદિર વિનાના એમ સર્વે શ્રાવકો માટે સંઘના મંદિરે પૂજા કઈ રીતે કરવી તે જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે –
"देवगृहे देवपूजापि स्वद्रव्येणैव यथाशक्ति कार्या, न तु स्वगृहढौकितनैवेद्यादिविक्रियोत्थद्रव्येण, देवसत्कपुष्पादिना वा, प्रागुक्तતોષાત્ ”