Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
૭૩
સગવડ ઊભી કરાવી આપીને દેવદ્રવ્યનો ઉપયોગ ન થાય તેની કાળજી રખાવતા હોય છે. એટલે મુખ્યમાર્ગને અનુસરવાની જ કાળજી રખાતી આવી છે.
→ ગ્રંથકારશ્રીએ અહીં ખૂબ જ સ્પષ્ટ વાત કરી છે અને ક્યાંય પણ માળીને કે પૂજારીને દેવદ્રવ્યમાંથી પગાર આપવાની વાત કરી નથી. છતાં કુતર્કો કરીને યેન કેન પ્રકારે તેવો અર્થ કાઢવો એ લેશમાત્ર ઉચિત નથી. વિ.સં. ૨૦૪૪ પૂર્વે સર્વ મહાત્માઓ પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી ન જ અપાય તેવી જ પ્રરૂપણા કરતા હતા અને ત્યારે પણ તે મહાત્માઓને શ્રાદ્ધવિધિના પૂર્વોક્ત સંદર્ભો નજર સમક્ષ હતા જ અને તેથી જ શાસ્ત્રના નામે જો૨શોરથી તેવો પ્રચાર કરતા હતા. તેમના પ્રવચનાંશો આગળ આપણે જોવાના જ છે.
→ પૂજારીના પગાર સંબંધી તે પક્ષના (ધા.વ.વિ.ના લેખકશ્રી વગેરેના) અભિપ્રાયો વાચકોની જાણકારી માટે નીચે આપીએ છીએ - (A) પુસ્તકનું નામ : ‘હું શ્રાવક બનું.” : લેખક : પૂ.પં.શ્રીચંદ્રશેખર વિ.ગણી. ‘‘શક્ય હોય તો સંઘના ભાઈઓએ જ દેરાસરનું સઘળું કાર્ય કરવું જોઈએ. તેમ ન જ બને તો પોતાનું તે કાર્ય કરવા માટે એક ભદ્રક પ્રકૃતિવાળા સારા માણસને રાખવામાં આવે તો પણ તેનો પગાર દેવદ્રવ્યમાંથી ન જ આપવો જોઈએ. કેમ કે, પોતાનું કામ જે માણસ કરે તેને પોતાના જ પૈસા પગાર પેટે આપવા જોઈએ.’’ (પૃ. ૧૭૧)
(B) પુસ્તકનું નામ : “ચાલો જિનાલયે જઈએ” : લેખક : મુનિશ્રી હેમરત્નવિ. (પછીથી આચાર્ય)
પ્રશ્ન ઃ પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી આપવામાં આવે તો શો વાંધો ?
ઉત્તર : દેરાસરમાં શ્રાવકોને જે કાર્ય કરવાનું છે તે કાર્ય કરાવવા માટે પૂજારી રાખવામાં આવે છે, એટલે શ્રાવકનું કાર્ય કરનારા પૂજારીને