Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૬૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
એ પણ ભગવાનની ભક્તિનાં જ પ્રકારો છે. તથા ગ્રંથકારોએ પોતાના માટે એ જ ભક્તિના માર્ગો નિર્ધારિત કરેલા છે. આથી તેને તે કાર્યોથી અવશ્ય પુણ્યબંધ અને નિર્જરા થાય છે.
(૫) સર્વત્ર ઔચિત્યનો મહિમા છે. તેથી ઋદ્ધિમાન સ્વઋદ્ધિ અનુસારે શક્તિ ગોપવ્યા વિના ઉત્તમસામગ્રીથી પ્રભુપૂજા કરે અને નિર્ધન શ્રાવક સ્વશક્તિ અનુસારે ગ્રંથકારોએ નિર્ધારિત કરેલા દેરાસરના અન્ય કર્તવ્યોનું સેવન કરે. આનાથી વિરુદ્ધ રીતે કરવામાં આવે તો ઔચિત્યનું અતિક્રમણ થાય છે. તે કોઈપણ રીતે આત્મહિતકારી નથી.
(૬) નિર્ધનશ્રાવકને પણ પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પ્રભુપૂજા કરવાનું ક્યાંયે જણાવ્યું નથી. શાસ્ત્રની રજા વિના કરાતું કાર્ય એ શાસ્ત્રાજ્ઞાના ભંગ સમાન છે.
(૭) નિર્ધન શ્રાવક માટે :
શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથમાં નિર્ધન શ્રાવક પાસે પુષ્પાદિ સામગ્રીનો અભાવ હોવાથી તેને અન્ય શ્રાવકના પુષ્પો ગુંથી આપી કે દહેરાસરના અન્ય કાર્યો કરી જિનભક્તિ કરવાનો માર્ગ બતાવ્યો છે, પરંતુ નિર્ધનશ્રાવક પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પુષ્પાદિ સામગ્રી મેળવી પ્રભુપૂજા કરી શકે, એવું ક્યાંયે જણાવ્યું નથી. વળી, ગ્રંથકારે વિભવની (સંપત્તિની) વિદ્યમાનતામાં વિભવાનુસારી જિનપૂજા ક૨વાનું જણાવ્યું છે અને સંપત્તિના અભાવમાં પુષ્પગુંથવા - સામાયિક કરવું વગેરે ભક્તિના કાર્યો બતાવ્યા છે. ગ્રંથકારશ્રીએ આટલું સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હોવા છતાં પણ આ અભયશેખરસૂરિ મ. પોતાના દેવદ્રવ્ય અને જિનપૂજા’ પુસ્તકના પૃષ્ઠ-૧૪થી ૧૭ સુધીમાં એક પ્રશ્નના ઉત્ત૨માં જબરજસ્ત કુતર્કો કરીને શ્રાદ્ધદિનકૃત્યની વિધિની વાતને વિકૃત રીતે રજુ કરી છે અને તેઓએ ‘‘નિર્ધનશ્રાવક પાસે પુષ્પાદિ સામગ્રીનો અભાવ” આ વાતને પોતાની આગવી શૈલીમાં (!) જે રજુઆત કરી છે, તેનો સાર એ છે કે, ‘શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથના નિર્ધન માટેના વિધાનમાં જે પુષ્પાદિ