Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૬૫
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? સામગ્રીનો અભાવ' કહ્યો છે, તેમાં “સ્વદ્રવ્યથી પ્રાપ્ત કરેલ પુષ્પાદિ ન હોય તો નિર્ધન શ્રાવક દેરાસરના અન્ય કાર્યો કરે,” એવો અર્થ કરવાનો નથી. પરંતુ “સ્વદ્રવ્ય-પદ્રવ્ય-દેવદ્રવ્ય એમ કોઈપણ દ્રવ્યથી પ્રાપ્ત થનાર પુષ્પાદિ સામગ્રીનો અભાવ હોય તો નિર્ધન શ્રાવક દેરાસરના અન્ય કાર્યો કરે.” એવો અર્થ કરવાનો છે. આથી “નિર્ધન શ્રાવક સ્વદ્રવ્ય ન હોવા છતાં પણ પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી પ્રાપ્ત કરેલ પુષ્પાદિ ઉપલબ્ધ હોય તો તેણે તેનાથી જિનપૂજા કરવી જ જોઈએ. તેને અન્ય કાર્યો કરીને જિનપૂજાના લાભથી વંચિત રહેવાની જરૂર નથી.”
– લેખકશ્રીની આ વાતો શાસ્ત્રસાપેક્ષ નથી. પરંતુ શાસ્ત્રનિરપેક્ષ છે. નર્યો કુતર્કનો વિલાસ છે.
– લેખકશ્રીએ કરેલી વાતની ગંધ પણ શ્રાદ્ધદિનકૃત્યના પાઠમાં આવતી નથી. ૨૦૪૪'ના સંમેલન પછી જ એમને એ સુગંધ (!) કયાંથી મળી એ મોટું આશ્ચર્ય છે. બાકી તો તે વર્ગના ૨૦૪૪' પૂર્વના પુસ્તકોમાં શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથને અનુસરતી જ વાતો કરવામાં આવી છે. તેના અંશો આગળ આપવામાં આવશે. પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાના પત્રો પણ લેખકશ્રીની વાતને રદીયો આપે છે.
– અહીં ઉલ્લેખનીય છે કે, આજે ઘણા કારણોસર શ્રીસંઘોના જિનમંદિરમાં “પૂજાની કેશરાદિ સામગ્રી” ઉપલબ્ધ રાખવી અનિવાર્ય બની છે. આવી પરિસ્થિતિમાં શ્રીસંઘોની કે શ્રાવકોની શુદ્ધદેવદ્રવ્ય ઉપર નજર ન જાય, તે માટે પૂ. ગીતાર્થ મહાપુરુષો “જિનભક્તિ સાધારણ દ્રવ્યનું અલગ ફંડ ઊભું કરવા માટે અને એમાંથી પૂજાની સામગ્રી લાવવા સલાહ-ઉપદેશ આપે છે અને આજે શ્રાવકો આવા જિનભક્તિ સાધારણ દ્રવ્યથી પૂજા કરે છે. અહીં બીજી એક નોંધનીય વાત એ છે કે, જાણવા મળ્યા મુજબ પૂજા સામગ્રી માટેનાં દ્રવ્યોના અભાવે શ્રીસંઘોની જિનમંદિરના જીર્ણોદ્ધારાદિમાં જવા યોગ્ય દેવદ્રવ્ય ઉપર દૃષ્ટિ ન જાય, તે માટે પૂ.આ.ભ. શ્રી. યશોદેવસૂરીશ્વરજી મહારાજાએ પ્રેરણા કરીને પૂજાની