Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૧ : શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૨૩
બનશે. પરિણામે દેવદ્રવ્યના ભક્ષણથી પરલોકમાં ઊભા થતા ભાવિ અનર્થોનો ભોગ શ્રમણસંઘ બનશે અને એમાં સહાયક થવાના કારણે શ્રાવકસંઘ પણ તેવા જ અનર્થોનો ભોગ બનશે.
– પૂ. ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી ગણિવર્યશ્રીની ધર્મદ્રવ્ય-વ્યવસ્થા’ પુસ્તકમાં પણ તાદેશ ગુરુદ્રવ્યને “દેવદ્રવ્ય જીર્ણોદ્ધાર ખાતામાં આ પૈસા જાય તે સંગત છે” એમ કહીને તેને વૈયાવચ્ચ ખાતામાં લઈ જવાનો નિષેધ કર્યો છે. એ પુસ્તક સર્વસંઘમાં ધર્મદ્રવ્યની વ્યવસ્થા માટે માન્ય છે, તે અહીં ફરીથી યાદ કરાવીએ છીએ. વિશેષ પરિશિષ્ટ-૧૬માં જોવું.
– અહીં એક ખાસ વાત ઉલ્લેખનીય છે કે, સંમેલનના ઉપરોક્ત ઠરાવમાં ગુરુપૂજનની રકમને વૈયાવચ્ચમાં લઈ જવાનું જણાવ્યું છે. પરંતુ તેમાં સંમેલને સાધુ-સાધ્વીજીની ગોચરીમાં એ દ્રવ્ય વાપરવાની છૂટ આપી નથી. જ્યારે ધર્મદ્રવ્ય વ્યવસ્થા આ રીતે થાય તથા દેવદ્રવ્યના શાસ્ત્રપાઠો” આ પુસ્તકમાં પૃ-૯ ઉપ૨ (જાવક વિભાગમાં) ૬ નંબરના સાધુ-સાધ્વીજીના વૈયાવચ્ચ ખાતામાં ‘‘વિહારધામમાં (જૈન શ્રાવકોદીક્ષાર્થી-જૈન માણસો સિવાય) સાધુ-સાધ્વીજી માટે ગોચરી-પાણીખર્ચ’’ આમ કહીને ગોચરી-પાણીની પણ છૂટ આપી છે. જ્યારે તે જ પેજ ઉપરના ૭’મા નંબરના ગુરુપૂજન ખાતામાં એવી છૂટ આપી નથી.
બીજી વાત, જે સંઘોમાં ગુરુપૂજનની રકમ વૈયાવચ્ચમાં લઈ જવાય છે, (આમ તો તે શાસ્ત્રવિરુદ્ધ છે, છતાં લઈ જવાય છે,) ત્યાં એવા બે ખાતા અલગ રખાય છે ? એ એક મોટો પ્રશ્ન છે ! તથા જે સંઘો દ્વારા અન્ય સંઘોને ગુરુદ્રવ્ય વૈયાવચ્ચ ખાતામાં અપાય છે, ત્યાં પણ લેતી વખત અલગ રખાય છે ? એ પ્રશ્ન છે. વાસ્તવમાં અલગ રખાતું નથી. પરંતુ એક જ રખાય છે. તે પક્ષની છેલ્લી પુસ્તિકા તો સંમેલનના ઠરાવ કરતાં પણ આગળ વધી ગઈ છે. જો કે, આ નિર્ણયમાં તપાગચ્છના બધા સમુદાયો સંમત નથી, એ આનંદનો વિષય છે.
- આ અંગેની વિશેષ વિચારણા પ્રકરણ-૮માં કરવામાં આવી છે.
-