Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૨૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સ્મારકમાં, તેઓના કાળધર્મ નિમિત્તે તેમના સંયમજીવનની અનુમોદનાર્થે તથા શ્રી જિનેન્દ્ર ભક્તિ મહોત્સવમાં પ્રભાવના કે સાધર્મિક ભક્તિ સિવાય) કે જીર્ણોદ્ધારમાં વપરાતી આવી છે અને તે ઉચિત છે.
- સાધુ-સાધ્વી ક્ષેત્ર આપણાં પવિત્ર સાતક્ષેત્ર પૈકી ચોથું અને પાંચમું ક્ષેત્ર છે. સાતક્ષેત્ર પૈકી કોઈપણ ક્ષેત્રની ઉપજ પોતાનાથી ઉપરના ક્ષેત્રમાં જાય પણ નીચેના ક્ષેત્રમાં તો ન જ જાય એવો શાસ્ત્રીય નિયમ છે. તેમજ સાત ક્ષેત્ર પૈકી કોઈપણ ક્ષેત્રનું દ્રવ્ય સાતક્ષેત્ર બહાર ન જાય તેવો પણ શાસ્ત્રીય નિયમ છે. વિ.સં. ૨૦૪૪ના સંમેલનના આ નિર્ણય દ્વારા ઉપરોક્ત શાસ્ત્રીય નિયમનો - મર્યાદાનો સ્પષ્ટ ભંગ કરવામાં આવ્યો છે.
– જીવદયાનાં કાર્યો થવાં જોઈએ, કરવાં જોઈએ અને તે થાય, કરાય તે ઉત્તમ જ છે. પરંતુ જે દ્રવ્ય શાસ્ત્રમર્યાદાનુસાર જયાં ન જતું હોય, ત્યાં લઈ જવાનું તો કદાપિ વિચારી શકાય પણ નહિ.
– પૂ. ગુરુભગવંતે જીવનભર જીવદયા પાણી માટે તેમના અંતિમસંસ્કારનું દ્રવ્ય જીવદયામાં લઈ જવું એ તર્ક પાયાવિહોણો છે.
– જો એવા જ તર્કના આધારે નિર્ણય કરવાનો હોય, તો તેમણે શું જીવનભર માત્ર જીવદયા જ પાળી છે? શું તેમણે સમ્યજ્ઞાનની આરાધના નથી કરી? શું શ્રી જિનાજ્ઞાની આરાધના નથી કરી? શું ઉત્તમ ચારિત્રનું પાલન નથી કર્યું? જો આ રીતે વિચારીએ તો તેમના અંતિમ સંસ્કારની બોલી ક્યાં ક્યાં લઈ જઈ શકાય? એ પ્રશ્ન શું અનુત્તર જ નથી રહેતો?
– વળી તેમણે જીવદયા પાણી માટે તેમના અંતિમ સંસ્કારની બોલીનું દ્રવ્ય જીવદયામાં લઈ જવાનું નક્કી કર્યું, તો તેમના જીવન દરમ્યાન થયેલા તેમના ગુરુપૂજન વગેરેનું દ્રવ્ય જીવદયામાં લઈ જવાનો નિર્ણય ન કરતાં તે દ્રવ્યને ૧૪મા નિર્ણય દ્વારા વેયાવચ્ચમાં લઈ જવાનો નિર્ણય કેમ કર્યો? ગુરુપૂજનાદિ તે દ્રવ્યને પણ ઉપરોક્ત હેતુ અનુસાર જીવદયામાં લઈ જવાનો નિર્ણય કેમ ન કર્યો? હકીકતમાં આવા હેતુઓ દ્વારા કંઈ નિર્ણય કરી શકાય નહિ. તે માટે ધર્મદ્રવ્ય વ્યવસ્થાનાં નિયામક