Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૫૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
શ્રાવકે ‘રેવશ્રીવળ્યુંન તિનજ નયિતે સ્વતભાટાવી' ત્યાં એમ સમજવાનું છે કે, દેવપૂજા માટે જુદા કાઢેલા ચંદનથી પોતાના લલાટમાં ચાંદલો ન કરાય. અહીં સંકલ્પથી તે દેવદ્રવ્ય બન્યું એવી વાત છે. પરંતુ સમર્પિત કરેલા દેવદ્રવ્યમાંથી પૂજા કરવાની વાત નથી. જેમ કે, પૂજાની ડબીમાં મૂકેલા ચોખા સંકલ્પિત દેવદ્રવ્ય કહેવાય અને સાથીઓ કર્યા પછી એ ચોખા સમર્પિત દેવદ્રવ્ય કહેવાય. પરંતુ તે ચોખા દેવદ્રવ્યમાંથી ખરીદીને લાવવામાં આવ્યા હતા એવું અર્થઘટન કરે તો તે ખોટું અને ઇરાદાપૂર્વક ગેરમાર્ગે દોરનારું છે. સેનપ્રશ્નના પાઠોનો આ ખુલાસો જાણ્યા પછી શાસ્ત્રપાઠોનો કેવો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે તે તમે બરાબર સમજી શકશો. (પૃ. ૫૭-૫૮)
(૨) એટલે સેનપ્રશ્નથી તે વર્ગની દેવદ્રવ્યથી ચંદન-કેશર લાવવાની વાતની સિદ્ધિ થતી જ નથી. આથી ‘(i) તે કાળે દેવદ્રવ્યથી ચંદન લાવીને પૂજા થતી હતી’-આવા નનામી સાહિત્યનો સારાંશ-૧ પણ અસત્ય સિદ્ધ થાય છે.
(i) સારાંશ-૨માં કરેલ વિધાન પણ ખોટું છે. મુગ્ધજનોને ગેરમાર્ગે દોરનારું છે. જો “એ કાળે ચંદન વગેરે મુખ્યતયા દેવદ્રવ્યથી જ લવાતું હશે અને સાધારણમાંથી કોઈક જ લાવતું હશે” આવી વાત જો સાચી હોય, તો શ્રાદ્ધવિધિ-શ્રાદ્ધદિનકૃત્ય-લલિતવિસ્તરાપંચાશજી આદિ ગ્રંથોમાં સ્વસંપત્તિ અનુસારે પૂજા કરવાનું કરેલું વિધાન અને ઋદ્ધિમાન-મધ્યમ-નિર્ધન શ્રાવક માટે બતાવેલી પૂજાવિધિ-આ સર્વે નિરર્થક સિદ્ધ થશે.
અર્થ: ભગવાનની પૂજા માટે નક્કી કરેલા શ્રીખંડ ચંદન વડે પોતાના લલાટાદિમાં તિલક ન કરાય. ભગવાનના પક્ષાલ માટેના પાણી વડે હાથ ન ધોવાય. (આ પ્રમાણે) કોઈપણ વ્યક્તિ વડે પૂજા કરવા આવનાર માટે હાથ-પગ ધોવા માટે જો પાણી દેરાસરમાં મૂક્યું હોય, તો તે જલ વાપરવામાં કોઈ દોષ નથી.