Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૫૧
પ્રકરણ - ૨ દેવદ્રવ્યના વિવિધ પ્રકારો
વળી, જો દેવદ્રવ્યથી જ ચંદન-કેશર વગેરે લાવીને શ્રાવકે પૂજા કરવાની હોત, તો તે ગ્રંથકારોએ પૂજાવિધિમાં તેમ જ જણાવેલ હોત, પરંતુ સ્વદ્રવ્યનો - વિભવાતુસારિતાનો આગ્રહ ન રાખ્યો હોત !
ગ્રંથકાર પરમષિઓએ તો “સ્વદ્રવ્ય-વિભવાતુસારિતા પૂર્વકની જિનપૂજાની વિધિ બતાવીને દેવદ્રવ્ય-પદ્રવ્યથી જિનપૂજાનો સ્પષ્ટ નિષેધ જફરમાવ્યો છે. પરંતુદૃષ્ટિ કદાગ્રહથી અવરાઈ ગઈ હોવાથી તે એમને દેખાતું નથી. જમાલિજીને પણ પ્રભુનો “સર્વનયથી જગતના વ્યવહારો સધાય છે” આ ઉપદેશ માન્ય હતો, પરંતુ કદાગ્રહને વશ બન્યા પછી પ્રભુની એ વાતને જોવાની દૃષ્ટિ ખતમ થઈ ગઈ હતી. અહીં પણ એવું જ બન્યું છે. એ વર્ગ શ્રાદ્ધવિધિ આદિના તે જ પાઠોને આધારે જોરશોરથી “સ્વદ્રવ્યથી જ જિનપૂજા, દેવદ્રવ્યથી પણ નહીં અને ધર્માદા દ્રવ્યથી પણ નહીં આવું પ્રચારતો જ હતો. પરંતુ અગમ્ય કારણોસર ઊભો થયેલો હઠાગ્રહ તેમને તે પાઠોમાં જુદું જ તત્ત્વ તારવવાની સલાહ આપે છે અને એના યોગે અતત્ત્વને તત્ત્વ તરીકે પ્રસ્થાપિત કરવાના ધમપછાડા કરાવે છે. આમાં કોનો વાંક? વિધિની વક્રતા જ માનવી રહી ! એમાં એમને શું મળ્યું! કશું જ કહેવાની જરૂર નથી ! “સંઘોને દેવદ્રવ્યથી સાધારણની સગવડ કરી આપવી અને સંઘના શ્રાવકાદિના વધતા પૈસાને શ્રાવકોના સંસારને પોષવા માટે સાચવી રાખવાનો ઈરાદો છે કે શું? વિશેષ તો જ્ઞાની જાણે ! શાસ્ત્ર અને પોતાના જ પૂ.વડીલો સાથે દ્રોહ કર્યો છે, એ સ્પષ્ટ જોઈ શકાય છે.
અહીંયાદ કરાવવું જરૂરી છે કે, વર્ષો પૂર્વે સાધારણના તોટાને (ઘટને) પહોંચી વળવા માટે કેટલાક સંઘોએ સ્વપ્નદ્રવ્યની સંપૂર્ણ આવકને કે અમુક ટકા આવકને જ્યારે સાધારણમાં લઈ જવા માટેની પેરવી કરી હતી, ત્યારે અત્યારના એ વર્ગના સાધુઓના જ પૂજ્ય વડીલો એનો વિરોધ કરવામાં અગ્રેસર હતા અને એ વખતે ચાલેલી ઝુંબેશ અને થયેલા પત્રવ્યવહારો જોવા હોય તો “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે” – એ પુસ્તકનું અવલોકન કરવું. અહીં