Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૪૨
ત્યારે તે રકમ પણ દેવદ્રવ્ય બને છે.
અહીં યાદ રાખવું કે, આ સંકલ્પિત ૨કમ સ્વદ્રવ્ય હોવા છતાં દેવવિષયક સંકલ્પ કરવાના કારણે દેવદ્રવ્ય બને છે. એ રકમથી મહાપૂજા કરે, ત્યારે મહાપૂજા શ્રાવકે સ્વદ્રવ્યથી કરી એમ કહેવાય, પરંતુ દેવદ્રવ્યથી કરાવી એમ ન કહેવાય. છતાં પણ દેવસંબંધી મહાપૂજાના કાર્યના દેઢનિશ્ચય પૂર્વકના સંકલ્પથી એ રકમ અલગ રખાઈ હોવાથી કે સંઘને અપાઈ હોવાથી તે રકમને ‘દેવદ્રવ્ય’ એવી સંજ્ઞા લાગું પડે છે. છતાં પણ તે શ્રાવકનું સ્વદ્રવ્ય છે - એ સમજી શકાય છે. આથી ઉપદેશપદ આદિ ગ્રંથોના “મતિ ત્તિ વેવદ્રવ્યે' વાળા પાઠોને આગળ કરીને અમુક વર્ગ દ્વારા જે અપપ્રચાર ચાલે છે, તે તદ્દન અસત્ય છે - બિનપાયેદાર છે એમ સમજવું. ઉપદેશપદ આદિ ગ્રંથોના પાઠોના અર્થઘટનમાં ગરબડ કરીને જે કુપ્રચાર ચાલે છે, તેની વિચારણા આગળ એક સ્વતંત્ર પ્રકરણ નં.-૫માં કરવાની જ છે.
(૩) મન-વચન-કાયાથી દેવસંબંધી કાર્યમાં દાન આપવાનો સ્વીકાર કરવાથી જેટલી રકમનો શ્રાવકે સ્વીકાર કર્યો હોય, તે નિર્ધારિત ૨કમ દેવદ્રવ્ય બને છે. (આ પણ શ્રાવકનું સ્વદ્રવ્ય જ છે.)
(૪) ચોપડા વગેરેમાં “અમુક રકમ હું દેવસંબંધી કાર્યમાં આપીશ” એવું લખવા કે લખાવવાથી તે નિર્ધારિત રકમ દેવદ્રવ્ય બને છે. (આ પણ શ્રાવકનું સ્વદ્રવ્ય છે.)
(૫) ઉછામણી બોલીને શ્રીસંઘને અર્પણ કરેલ દ્રવ્ય :- દેવની ભક્તિસ્વરૂપે સ્વપ્ન-પારણા વગેરેની ઉછામણી બોલીને જે રકમ સંઘને અર્પણ-સમર્પિત કરી હોય, તે રકમ દેવદ્રવ્ય બને છે. એટલે દેવને ઉદ્દેશીને તેની ભક્તિ સ્વરૂપે બોલાતી કોઈપણ પ્રકારની ઉછામણીની રકમ દેવદ્રવ્ય ગણાય છે.
(૬) આદાન-કલ્પિત-નિર્માલ્ય આદિ :- આદાનાદિ દેવદ્રવ્યના પ્રકારોનું સ્વરૂપ આગળ જણાવેલ જ છે. અહીં નોંધવું જરૂરી છે કે,