Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૨ દેવદ્રવ્યના વિવિધ પ્રકારો
૩૯ (૧) ૨૦૪૪' ના સંમેલનના ઠરાવ-૧૩માં કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા ખોટી કરવામાં આવી છે – શાસ્ત્રવિરુદ્ધ કરવામાં આવી છે અને
(૨) એ ખોટી વાતને સિદ્ધ કરવા માટે “ધાર્મિક વહીવટ વિચાર આદિ પુસ્તકોમાં ખોટા કુતર્કો કરવામાં આવ્યા છે.
(૩) ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકમાં સંમેલને કરેલી કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યાની સિદ્ધિ માટે (i) પરસ્પર વિરુદ્ધ વિધાનો કરાયા છે, (i) મહાપુરુષોને ખોટી રીતે એમાં સામેલ કરવામાં આવ્યા છે, (i) એક જ પુસ્તકમાં અનેક સ્થળે ઈરાદાપૂર્વક કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યાઓ બદલાયેલી છે, (iv) ખોટા સંદર્ભો અપાયા છે, (V) બોલીઓ કે જે શાસ્ત્રીય છે, તેમ છતાં તેને યેન કેન પ્રકારે અશાસ્ત્રીય – અવિહિત પરંપરા તરીકે ઠરાવવાના પ્રયત્નો કરાયા છે અને એ માટે અપ્રામાણિક લોકોના સંદર્ભો ટાંકવામાં લેશમાત્ર ખચકાટ અનુભવ્યો નથી, (vi) અનેક કુતર્કો કરીને વિષયને ગુંચવી નાંખવામાં આવ્યો છે, (vii) કલ્પિત દેવદ્રવ્યનું ખોટું સ્વરૂપ વર્ણવીને અને અસંબદ્ધ સંદર્ભે ટાંકીને સુવિહિત પરંપરાને ખોટી ઠેરવવાનો અને કયાંક ૧૯૯૦ના સંમેલન કરતાં અમે શ્રેષ્ઠ વ્યવસ્થા ગોઠવી છે એવો ફાંકો મારવામાં આવ્યો છે અને ૧૯૯૦ના સંમેલનના પૂજ્યો ગીતાર્થ નહોતા એવું આડકતરી રીતે ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે.
– સંક્ષેપમાં કલ્પિત દેવદ્રવ્યના સ્વરૂપ અને સદુપયોગના વિષયમાં ખૂબ કુતર્કો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરાયો છે અને વિધાનોની ઉલટા-સુલટી-ભેળસેળ કરવાની રમતો રમાઈ છે અને એમ કરવા છતાં પોતાના અભિમત મતની તેઓ સિદ્ધિ કરી શક્યા નથી.
અહીં આપણે એમના કુતર્કો – વિરોધાભાસોને ક્રમશઃ જોઈશું. વિષય વિસ્તૃત હોવાથી એનું એક સ્વતંત્ર પ્રકરણ આગળ આપીશું. (જુઓ પ્રકરણ-૭)