Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૨ : દેવદ્રવ્યના વિવિધ પ્રકારો
૩૭
– આમાં અક્ષતાદિ અવિગન્ધી (જે ખરાબ ન થાય તેવા) દ્રવ્યો છે અને વરખ વગેરે વિગન્ધી (ખરાબ થાય તેવા) દ્રવ્યો છે.
‘નિર્માલ્ય દેવદ્રવ્ય'ની રકમમાંથી શ્રીજિનાલયનો જીર્ણોદ્વાર વગેરે અને પ્રભુજીના મુકુટ વગેરે અલંકારો કરાવી શકાય છે. પરંતુ શ્રી જિનપૂજા (અષ્ટપ્રકારી વગેરે પૂજા) માટે આ નિર્માલ્ય દ્રવ્યનો ઉપયોગ ન
થાય.
-
– અહીં એ વાત પણ ફલિત થાય છે કે,
(૧) પ્રભુજીની આગળ ચઢાવેલાં અક્ષત-ફળ-નૈવેદ્યાદિ નિર્માલ્ય દ્રવ્યોને યોગ્ય કિંમતે વેચવા જોઈએ અને વેચવાથી પ્રાપ્ત થયેલી રકમને ‘નિર્માલ્ય દેવદ્રવ્ય' તરીકે ગણવી જોઈએ અને તેનો ઉપયોગ શ્રીજિનાલયનો જીર્ણોદ્ધાર અને પ્રભુજીના મુકુટ વગેરે અલંકારો બનાવવામાં કરવો જોઈએ.
(૨) અક્ષતાદિ નિર્માલ્ય દ્રવ્યો પૂજારીને કે ગરીબોને આપી ન દેવાય. કારણ કે, તે દ્રવ્ય જીર્ણોદ્વારાદિમાં જવા યોગ્ય દેવદ્રવ્ય છે.
(૩) અક્ષતાદિ નિર્માલ્ય દ્રવ્યોને યોગ્ય કિંમતે વેચવા જ જોઈએ અને તે પણ શ્રાવકને નહીં પણ જૈનેતરને વેચવા જોઈએ. શ્રાવકથી તે દ્રવ્યો વેચાતા લઈને ફરીથી પ્રભુને ચઢાવી શકાય નહીં. ખાવાનો તો વિચાર માત્ર પણ ન થાય.
(૪) હાલ ઘણા સ્થળે અક્ષતાદિ નિર્માલ્ય દ્રવ્યોને વેચીને તેની રકમ ઊભી કરવાના સંયોગો ન દેખાય, ત્યાં તે દ્રવ્યો પૂજારી કે ગરીબ વગેરેને અપાતા હોય છે. પરંતુ તે દ્રવ્યોની યોગ્ય કિંમત જીર્ણોદ્વારાદિમાં ઉપયોગ આવનારા શુદ્ધ દેવદ્રવ્યમાં જમા થાય છે અને પૂ.ગીતાર્થ આચાર્ય ભગવંતો શ્રાવકોને અને સંઘોને પણ એવું માર્ગદર્શન આપતા હોય છે.
(૫) કોઈ સ્થળે નિર્માલ્ય દ્રવ્યોને વેચવાની પ્રવૃત્તિ થતી ન હોય અને