Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૨ : દેવદ્રવ્યના વિવિધ પ્રકારો
(ii)
(iii)
૩૫
તરફ એ ત્રણ પ્રકારની વ્યાખ્યા તે ગ્રંથમાં જે રીતે કરી છે, તેમાં કોઈપણ પ્રકારના દેવદ્રવ્યમાં ભંડારની રકમનો સમાવેશ કરી શકાતો નથી અને એમ કરવા જાય તો સીધો વિરોધ આવે છે. બોલીની રકમને તર્કો (કુતર્કો !)ના બળે યેન કેન પ્રકારે કલ્પિત દેવદ્રવ્યમાં સમાવવાનું જે ષમંત્ર રચ્યું, તેવું ષડ્યત્ર ભંડારની આવક માટે રચી શકાય તેમ નથી. (જો કે, બોલીની રકમને કલ્પિત દેવદ્રવ્યમાં ગણવી એ શાસ્ત્ર + પરંપરાથી વિરુદ્ધ હોવાથી તે તેમનું દુઃસાહસ છે. જે આગળ જણાવવામાં આવશે.)
૨૦૪૪ સુધી તે વર્ગે ભંડારની આવકને જીર્ણોદ્વારાદિમાં જવા યોગ્ય શુદ્ધદેવદ્રવ્ય સ્વરૂપ માની છે – પ્રરૂપી છે - લખી છે અને એમના એ સંસ્કારો એના વિષયમાં કુતર્કો કરવાની ના પાડતા હોય તેમ પણ હોઈ શકે છે. મુનિશ્રી હેમરત્ન વિ. મહારાજે (પછીથી આચાર્ય) પોતાના ‘ચાલો ! જિનાલયે જઈએ' પુસ્તકમાં ભંડારની આવકને શુદ્ધદેવદ્રવ્યમાં જ ગણી છે. (જુઓ પરિશિષ્ટ-૮માં)
(iv) તે વર્ગમાં ભંડારની આવક-જાવકના વિષયમાં મતભેદો પણ હોઈ શકે છે. તેથી જ ધા.વ.વિ.”ના લેખકશ્રીએ પ્રથમ આવૃત્તિ પછીની આવૃત્તિઓમાં એ વાતને છોડી દીધી છે.
(v) જો ‘‘ભંડારની આવકને જીર્ણોદ્વારાદિમાં જવા યોગ્ય શુદ્ધદેવદ્રવ્ય’ તરીકે જણાવે - લખે, તો ‘‘તમામ દેવદ્રવ્યના પ્રકારોનો સમાવેશ ત્રણ પ્રકારમાં જ થાય” આવી તેમની માન્યતા સ્વયમેવ તૂટી પડે છે. કારણ કે, ત્રણ ઉપરાંતનો પ્રકાર તેઓ પોતે જ જણાવે છે.
— આથી તે વર્ગે ભંડારની આવક-જાવક અંગે ખુલાસો કરવો જોઈએ. તદુપરાંત, પદાર્થના નિરૂપણ વખતે કંઈક છૂપાવાનું કે કંઈક ભળતું જ વર્ણન ક૨વાનું કામ ભવભીરૂ-સંવિગ્ન ગીતાર્થો કોઈ દિવસે કરે કે નહીં ? તે વાચકો સ્વયં વિચારે.