Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૨: દેવદ્રવ્યના વિવિધ પ્રકારો ન પડે એ રીતે સંઘની પેઢીમાં કે તેની બહાર યોગ્ય સ્થળે કેસરપૂજાદિ માટેની રકમ પ્રાપ્ત કરવા માટે દાનપેટી (ભંડાર) મૂકવામાં આવે છે. તે ભંડારની આવક પણ “પૂજા દ્રવ્ય તરીકે ગણાય છે. તેમાંથી પ્રભુપૂજા માટે કેસર-સુખડ આદિ પૂજાની સામગ્રી લાવી શકાય છે.
અહીં યાદ રાખવું કે, દહેરાસરમાં પ્રભુસમક્ષ જે ભંડાર મૂકેલો હોય છે, તે ભંડારમાં નાંખેલા પૈસા વગેરે પ્રસિદ્ધ-શુદ્ધ દેવદ્રવ્ય છે અને તેનો ઉપયોગ પૂર્વે જણાવેલા જીર્ણોદ્ધારાદિ કાર્યોમાં જ થાય છે. પરંતુ પ્રભુની પૂજા આદિમાં થતો નથી.
આથી જ “કેસર-સુખડ આદિ માટેની રકમ પ્રાપ્ત કરવા અર્થે મૂકાતી દાનપેટીઓ શ્રીજિનેશ્વર પરમાત્માની સમક્ષ નહિ, પરંતુ તેમની દૃષ્ટિ ન પડે એ રીતે રાખવાનું સૂચન અને તેના ઉપર સ્પષ્ટ સૂચના લખવાની ભલામણ પણ ગીતાર્થ મહાપુરુષો કરતા હોય છે. જેથી બંને દ્રવ્યના ભિન્ન ઉપયોગ સ્પષ્ટ રહે.” વસ્તુસ્થિતિ આ મુજબ હોવાથી “ધાર્મિક વહીવટ વિચાર” (પ્રથમ આવૃત્તિ) પૃ.૪ ઉપર જણાવેલી...
“જિનેશ્વર દેવના દેહની પૂજા માટે મળતું જે દ્રવ્ય તે પૂજા દેવદ્રવ્ય કહેવાય છે. પરમાત્માની સામે જે ભંડાર રખાય છે, તેમાં આ હેતુથી ભક્તજનો પૈસા નાંખતા હોય છે.”
– આ વાત તદ્દન અસત્ય છે. કારણ કે, તે પ્રભુસમક્ષ મૂકાયેલા ભંડારમાં પૈસા નાંખનારનો આશય “એ પૈસાથી પ્રભુની પૂજા (અંગપૂજા) થાય” તેવો હોતો નથી. (૪) ભંડારની રકમ ગુમ થઈ ગઈ છે -
(અ) અહીં અગત્યની એક વાત ઉલ્લેખનીય છે કે, “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકની પ્રથમ આવૃત્તિના પૃ. ૪ ઉપર “પ્રભુસમક્ષ મૂકાયેલા ભંડારના પૈસાને પૂજાદેવદ્રવ્યમાં ગણવાનું પ્રતિપાદન થયું હતું.” પરંતુ તે