Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૩૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા અપાયું નહોતું. નિર્ણયો કરતાં સર્વસંમતિ સધાઈ નહોતી, પરંતુ વિરોધ થયા હતા. વિરોધોની વચ્ચે નિર્ણયો કર્યા પછી સંમેલનમાં હાજર ન હોય તેવા પૂ.આચાર્યાદિ મુનિભગવંતોને એ નિર્ણયો અભિપ્રાયાર્થે મોકલાવ્યા નહોતા – સર્વસંમતિ સાધવાનો પ્રયત્ન કરાયો નહોતો.
૦ તદુપરાંત, પૂર્વના સંમેલનના ઠરાવો શાસ્ત્રસાપેક્ષ હતા. જ્યારે ૨૦૪૪ના ઠરાવો શાસ્ત્રવિરુદ્ધ હતા. તેથી ઘણા સમુદાયોએ એનો વિરોધ કર્યો હતો.
– આથી વાચકો સમજી શકશે કે, વિ.સં. ૧૯૭૬-૧૯૯૦૨૦૧૪ના સંમેલનોની પૂર્વપ્રક્રિયા-સંમેલનનો માહોલ-સર્વસંમતિ અને પછીનું ઉમદા વાતાવરણ સર્વે પવિત્ર હતા. જ્યારે ૨૦૪૪ના સંમેલનમાં બધું જ દૂષિત હતું.
નિષ્કર્ષ -આ પ્રકરણમાં આપણે પ્રસિદ્ધ શુદ્ધદેવદ્રવ્યની શાસ્ત્રાનુસારી પરંપરાથી વ્યાખ્યા જોઈ. તે શુદ્ધદેવદ્રવ્યના સદુપયોગ અંગેની વિગતો પણ શાસ્ત્ર અને પરંપરાના આધારે જોઈ. તથા વિક્રમની ૧૯-૨૦મી સદીમાં આયોજાયેલા શ્રમણસંમેલનોના ઠરાવો પણ જોયા. તે પછી વિ.સં. ૨૦૪૪ના શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ જતા ઠરાવો અને એની સમાલોચના પણ જોઈ. આ બધાનું અવલોકન કરતાં વાચકોને સ્પષ્ટ સમજાઈ જશે કે, વિ.સં. ૨૦૪૪ના સંમેલનના શાસ્ત્ર-પરંપરાથી વિરુદ્ધજતા ઠરાવોનો કેજે મૃતપ્રાય અવસ્થામાં હતા, તેને) સજીવન કરવાનો પુરુષાર્થ જે “ધાર્મિક વહીવટ વિચાર” વગેરે પુસ્તકોમાં થયો છે, તે તદ્દન અયોગ્ય છે.
હવે આગળના પ્રકરણમાં શુદ્ધ-પ્રસિદ્ધ દેવદ્રવ્યથી અતિરિક્ત જે દેવદ્રવ્યના વિવિધ પ્રકારો શાસ્ત્રોમાં બતાવ્યા છે તે જોઈશું અને એમાં પણ તે વર્ગ દ્વારા કરવામાં આવેલા કુતર્કોની સમાલોચના કરીશું.