Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૧ઃ શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૨૧ પરિભોગરૂપે સાધુ-સાધ્વીને ભણાવવાના તથા વૈદ્યારિરૂપ કાર્યો અને ડોળી વગેરે રૂપ તૈયાવચ્ચના કાર્યોમાં લઈ જઈ શકે છે.
ગુરુ મહારાજના પૂજન માટે બોલાયેલી, ગુરુને કાંબળી વગેરે વહોરાવાની બોલી તેમજ દીક્ષા માટેનાં ઉપકરણોની બોલી, આ બધાનું જે ધન આવે તે, તથા પદપ્રદાન નિમિત્તે બોલાયેલ કાંબળી આદિ ઉપકરણો માટેની બોલીનું ધન, શાસ્ત્રસાપેક્ષ વર્તમાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈ શ્રમણ સંઘ ગુરુવૈયાવચ્ચમાં લઈ જવાનું ઠરાવે છે. પરંતુ દીક્ષા તથા પદપ્રદાન-પ્રસંગે પોથી, નવકારવાળી, મંત્ર પટ, મંત્રપોથીની બોલીનું ધન જ્ઞાન દ્રવ્યમાં લઈ જવાનું ઠરાવવામાં આવે છે.
નિર્ણય - ૧૪: સમાલોચના:
- આ નિર્ણયના પહેલા પેરેગ્રાફમાં ગુરુપૂજનનું દ્રવ્ય ગુરુના બાહ્ય પરિભોગમાં લઈ જવાનું જણાવ્યું છે અને તે માટે શાસ્ત્રનો આધાર છે એમ જણાવ્યું છે. વાસ્તવમાં તેવો કોઈ શાસ્ત્રાધાર છે જ નહિ.
– બીજા પેરેગ્રાફમાં ગુરુપૂજન બોલી વગેરેનું દ્રવ્ય ગુરુની દરેક પ્રકારની વૈયાવચ્ચમાં જાય એવા ભાવનું જણાવ્યું છે, તો એવો ભેદ શાના આધારે પાડ્યો?
– વાસ્તવમાં ગુરુદ્રવ્ય, તે ગુરુપૂજન દ્વારા આવ્યું હોય કે ગુરુપૂજન કામળી વગેરે સંયમોપકરણ વહોરાવવાં વગેરે ગુરુભક્તિ નિમિત્તે બોલાયેલી કોઈ પણ પ્રકારની બોલી વગેરે દ્વારા આવ્યું હોય, તે બધું જ દ્રવ્યસપ્તતિકા વગેરે શાસ્ત્રોના આધારે જીર્ણોદ્ધાર તથા નૂતન મંદિર નિર્માણ વગેરે દેવદ્રવ્ય ખાતામાં જ જાય અને આજ સુધી તેવી જ સુવિહિત પરંપરા હતી. તેનો આ નિર્ણયથી સ્પષ્ટ ભંગ કરવામાં આવ્યો છે.
– ગુરુપૂજન વગેરેનું દ્રવ્ય વૈયાવચ્ચમાં લઈ જવા માટે તેઓ શ્રાદ્ધજિતકલ્પના પાઠનો ઉપયોગ કરી તેનો જે રીતે અર્થ કરે છે, તે અર્થ ધર્મસંગ્રહ, દ્રવ્યસપ્તતિકા વગેરે ગ્રંથોનાં વિધાનનો અપલાપ કરે તેવો છે. અલગ-અલગ ગ્રંથકારો પરસ્પર વિરુદ્ધ લખે નહીં, તે અહીં ધ્યાન રાખવાની જરૂર છે.