Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૨૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ખ્યાલ આવશે કે આ સંમેલને કેવો ખોટો નિર્ણય લીધો છે. આથી આ નિર્ણય દ્વારા બોલીના દ્રવ્યને કલ્પિત દ્રવ્ય ઠરાવી તેનો જે રીતે ઉપયોગ કરવાનો નિર્ણય કરાયો છે, તે સર્વથા અનુચિત છે.
– અહીં ઉલ્લેખનીય છે કે, વિ.સં. ૧૯૯૦ અને વિ.સં. ૨૦૧૪ના શ્રમણ સંમેલનના નિર્ણયોને અનુસરીને પૂ.ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણીવર્યશ્રીએ પોતાના “ધર્મદ્રવ્ય-વ્યવસ્થા” (વિ.સં. ૨૦૨૨) પુસ્તકમાં સાતક્ષેત્રનું વિવરણ કર્યું છે. તેમાં જે રીતે વ્યવસ્થા બતાવી છે, તેનાથી પણ વિ.સં. ૨૦૪૪ના ઠરાવ-૧૩ અને તેના સમર્થનમાં લખાયેલા પુસ્તકો ખોટા છે, તે સિદ્ધ થાય છે, તે તેઓશ્રીના પુસ્તકનું લખાણ જોવાથી ખ્યાલમાં આવશે. તે લખાણ અમે પરિશિષ્ટ-૧૬માં આપેલ છે. અહીં યાદ કરાવવું જરૂરી છે કે, વિ.સં. ૨૦૪૪ સુધી તમામ સંઘોમાં “ધર્મદ્રવ્ય-વ્યવસ્થા” પુસ્તકમાં વર્ણવેલી વ્યવસ્થા મુજબ જ ધર્મદ્રવ્યની વ્યવસ્થા ચાલતી હતી.
– પૂજાના ચઢાવા, સ્વપ્નની બોલી વગેરેનું દ્રવ્ય; પૂજાનાં દ્રવ્યો લાવવામાં, મંદિર માટે રાખેલા માણસોના પગાર તેમજ મંદિરનાં વહીવટી ખર્ચમાં, શ્રાવકોને પૂજા કરવા માટે વપરાય નહિ. તે તો સાધારણમાંથી વાપરવાનું છે. ઉપરોક્ત વિમર્શથી વિ.સં. ૨૦૪૪ના મર્યાદિત મુનિસંમેલને લીધેલો દેવદ્રવ્ય વિષયક નિર્ણય કેટલો અનધિકૃત છે અને નુકસાનકારક છે તે સમજી શકાય તેવું છે અને આ ઠરાવના સમર્થનમાં લખાયેલા ધાર્મિક વહીવટ વિચાર' વગેરે પુસ્તકોની વાતો પણ શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ છે, તે સમજી શકાય છે.
– આ ઠરાવની વિસ્તૃત સમાલોચના આ પુસ્તકના પ્રકરણ-૨થી ૭માં કરવામાં આવી છે.
નિર્ણય - ૧૪: ગુરુદ્રવ્ય-વ્યવસ્થા :
ગુરુપૂજનનું દ્રવ્ય શાસ્ત્રાધારે શ્રાવક સંઘ, જીર્ણોદ્ધાર તથા ગુરુના બાહ્ય