Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૧૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા – આ બધો વિચાર કરતાં આ દેવદ્રવ્યનો ઠરાવ શાસ્ત્રથી, પરંપરાથી અને વિ.સં. ૧૯૭૬, ૧૯૯૦ અને ૨૦૧૪ના શ્રમણસંમેલનના નિર્ણયોથી બિલકુલ વિરુદ્ધ જાય છે.
– આ નિર્ણય વર્ષોથી ચાલી આવતી જિનબિંબ તથા જિનમંદિર વગેરે સાત ક્ષેત્રની વ્યવસ્થાને મોટું નુકસાન પહોંચાડનારો છે.
– અહીં એક અગત્યની વાત ઉલ્લેખનીય છે કે,
દેવદ્રવ્યની ઉપજના માર્ગો અને તેના વાપરવાના સ્થાનો ધર્મ શાસ્ત્રમાં વ્યવસ્થિત રીતે દર્શાવ્યાં છે. એને લક્ષ્યમાં રાખીને વિ.સં. ૧૯૭૬માં ખંભાતમાં મળેલ શ્રમણસંમેલને તથા ૧૯૯૦માં અમદાવાદમાં મળેલ સમગ્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘનાં શ્રમણસંમેલને સર્વાનુમતે નિર્ણયો કરેલા છે. તથાવિ. સં. ૨૦૧૪માં અમદાવાદમાં મળેલ જે.મૂ.પૂ. તપગચ્છના આચાર્યોએ જે નિર્ણયો કર્યા હતા, તે બહાર રહેલા તપગચ્છના આચાર્યોના સલાહ, સૂચન,
અભિપ્રાય, સંમતિ મેળવવા પૂર્વક કરેલા છે. આથી આ ત્રણે ય સંમેલનનાં નિર્ણયો શાસ્ત્રાનુસારી તથા સર્વસમંત હોઈ તેમાં વ્યક્તિગત રીતે કોઈ પક્ષને કોઈ પણ રીતે ફેરફાર કરવાનો અધિકાર નથી.
– આ સંમેલનમાં દેવદ્રવ્ય વ્યવસ્થા માટે જે નિર્ણય લેવાયો છે, તે વિ.સં. ૧૯૭૬, ૧૯૯૦ અને ૨૦૧૪ના નિર્ણયોને તથા શાસ્ત્રને અનુરૂપ તો નથી પણ તેનાથી વિપરીત કોટિનો નિર્ણય છે. જેનો ખ્યાલ વિ.સં. ૧૯૭૬, ૧૯૯૦ અને ૨૦૧૪ના નિર્ણયો સાથે આ વિ.સં. ૨૦૪૪ના નિર્ણયને સરખાવતાં સારી રીતે આવી શકે છે.
– આ નિર્ણયમાં જે સંબોધ પ્રકરણના નામે દેવદ્રવ્યના ત્રણ વિભાગ પાડીને કલ્પિત દેવદ્રવ્યની જે વ્યાખ્યા આપી છે, તે વ્યાખ્યા લેશમાત્ર ઉચિત નથી. બોલીના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્ય ગણવું એવું એ ગાથામાં ક્યાંય જણાવ્યું જ નથી.
– તદુપરાંત, જે કાર્યો સાધારણ કે દેરાસર સાધારણમાંથી આજ