Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૧ : શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૧૧ થાય ત્યારે દેવદ્રવ્યથી પણ પ્રભુપૂજા કરીને એ શાસ્ત્રસિદ્ધ વિધિનું પાલન કરવાનું ફરમાવ્યું છે.
– અહીં યાદ રાખવું કે, (૧) વિ.સં. ૧૯૯૦ના સંમેલને શક્તિસામગ્રીના અભાવવાળા સ્થળે પ્રભુ અપૂજ ન રહે એ માટે દેવદ્રવ્યથી પ્રભુપૂજા કરવાનું જણાવ્યું છે, પરંતુ શક્તિ-સંપન્ન એવા ભાવનાહીન શ્રાવકોને પણ પોતાનું પૂજાનું કર્તવ્ય દેવદ્રવ્યથી કરવાનું જણાવ્યું નથી.
(૨) ૧૯૯૦ના સંમેલને દેવદ્રવ્યથી પ્રભુપૂજાનો માર્ગ ખુલ્લો કર્યો નથી, પરંતુ પ્રભુ અપૂજ ન રહે તે માટે શક્તિ-સામગ્રીના અભાવવાળા સ્થળ અંગે “દેવદ્રવ્યથી પૂજા કરવાનો અપવાદિક માર્ગ બતાવ્યો છે.
(૩) અપવાદના સ્થળે જ અપવાદનું સેવન હોય. તે સિવાય અપવાદનું સેવન ન હોય અને અપવાદની જરૂર ન હોય ત્યાં ઉત્સર્ગનું સેવન કરવાને બદલે અપવાદનું સેવન કરવામાં આવે તો પ્રાયશ્ચિત્તના ભાગી બનાય છે. આથી તેવા પ્રકારની પરિસ્થિતિ વિના અને આગળ જણાવેલ શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોની ઋદ્ધિમાન-મધ્યમ-નિર્ધન શ્રાવક માટેની જિનપૂજા અંગેની વિધિનું ઉલ્લંઘન કરીને કોઈપણ વ્યક્તિ દેવદ્રવ્યથી પ્રભુપૂજા કરે તો તે પ્રાયશ્ચિત્તનો ભાગી બન્યા વિના રહેતો નથી.
– અહીં ઉલ્લેખનીય છે કે, કોઈ શ્રાવક દેવદ્રવ્યથી પૂજા કરે, તો તેને કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? એવું કોઈને પૂછવું એ અસ્થાને છે. અનુચિત છે. કારણ કે, પ્રાયશ્ચિત્ત કેટલું આપવું તે ગીતાર્થ-પ્રાયશ્ચિત્ત દાતાનો વિષય છે. તેઓશ્રી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાદિને વિચારીને પ્રાયશ્ચિત્ત આપે તથા પ્રાયશ્ચિત્ત કેટલું આવે ? એ જાહેરમાં ચર્ચવાનો વિષય પણ નથી. એ તો ગીતાર્થને આધીન હોય છે.
– “શ્રાવકે જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ' આ વિષય એકદમ સ્પષ્ટ છે. છતાં પણ તેમાં અનેક કુતર્કો થયા કરે છે. “ધાર્મિક વહીવટ વિચાર” આદિ પુસ્તકોમાં અનેક કુતર્કો કરીને ૧૯૯૦'ના સંમેલનના સૂત્રધાર પૂ.આચાર્ય ભગવંતો દ્વારા થયેલા ઠરાવો સામે