Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૧ : શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૧૩ અભાવમાં ભગવાન અપૂજ ન રહે તે માટે દેવદ્રવ્યથી પૂજા કરવાનું જણાવ્યું છે. જો દેવદ્રવ્યથી પૂજાની સામગ્રી લાવીને અષ્ટપ્રકારી પૂજા કરવાનો રાજમાર્ગ હોત તો કોઈપણ સ્થળે પૂજાની સામગ્રીનો અભાવ’ હોવાની પરિસ્થિતિ ઉભી જ ન થાત અને તો (આજના મહાત્માઓના વડીલો) ૧૯૯૦ના સંમેલનમાં “ભગવાન અપૂજ ન રહે તે માટે અશક્ત સ્થળોએ સામગ્રીના અભાવમાં દેવદ્રવ્યથી પણ પૂજા કરવી જોઈએ” આવો ઠરાવ ન કરત, પરંતુ એવો ઠરાવ કરત કે, દેવદ્રવ્યમાંથી સૌ પૂજા કરી શકે છે.” - ૧૯૯૦ના સંમેલનમાં પૂજ્યોએ એવો ઠરાવ નથી કર્યો. તે જ બતાવે છે કે, જિનપૂજાનું કર્ત્તવ્ય સૌએ યથાશક્તિ પોતાના સ્વદ્રવ્યથી જ કરવાનું છે. તદુપરાંત, વિ.સં. ૧૯૯૦ના સંમેલનનો દેવદ્રવ્ય વિષયક ચોથો ઠરાવ સુખી કે ગરીબોને આશ્રયીને નથી. પરંતુ અશક્ત સ્થળોએ સામગ્રીના અભાવમાં ભગવાન અપૂજ ન રહે તે વિધિનું મહત્ત્વ રાખવા માટે છે.
→ પૂર્વનિર્દિષ્ટ ૧૯૭૬’ના સંમેલનના ઠરાવોનો નિષ્કર્ષ એ છે કે,
(i)
શાસ્ત્ર વિના કોઈ જાતની સિદ્ધિ નથી, માટે દરેક નિર્ણયને શાસ્ત્રનો આધાર જોઈએ અને નિર્ણય કરનારના માથે તે આધાર આપવાની જવાબદારી છે.
(ii) દેવદ્રવ્યની વૃદ્ધિ અને રક્ષા કરવી એ શ્રાવકોનું કર્તવ્ય છે. તેથી પોતાના પૂજાના કર્તવ્ય માટે સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો દેવદ્રવ્યની હાનિ થાય, તેના યોગે તે વૃદ્ધિ અને રક્ષાનું કર્તવ્ય ચૂકે છે એમ કહેવાય.
(iii) ૧૯૭૬’ના સંમેલને દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય, એમ બંનેની જરૂરીયાત દર્શાવી છે, પરંતુ દેવદ્રવ્યને જિનભક્તિ સાધારણ કે દેવકું સાધારણ બનાવવાની વાત નથી કરી.
(iv) માલોાટન વગેરેના ચઢાવા શાસ્ત્રીય છે, તે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે જ છે અને તેને બીજા ખાતામાં (દહેરાસર સાધારણ કે