________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૩
સૂત્રઃ
સૂત્રાર્થ
:
तच्च प्रायो जिनवचनतो विधिना ||३ / १३६।।
G
અને તે=સત્પ્રતિપત્તિવાળું વિમલભાવના કરણરૂપ ધર્મનું ગ્રહણ, પ્રાયઃ જિનવચનથી વિધિ દ્વારા નિષ્પન્ન થાય છે. II૩/૧૩૬।।
.....
ટીકા ઃ
‘તત્ત્વ’ તત્ પુન: સત્પ્રતિપત્તિમદ્ધર્મપ્રદળ ‘પ્રાવો' વાહુલ્યેન, ‘મજ્યેવ્યાનો’ વવચિતન્યપિ સંમવાત્, ‘ખિનવચનતો’ વીતરાગરાદ્ધાન્તાન્ યો ‘વિધિઃ' વક્ષ્યમાળઃ તેન સંપદ્યતે કૃતિ ।।૩/૩૬।।
ટીકાર્ય - 'તત્ત્વ'
કૃતિ ।। વળી તે=સત્પ્રતિપત્તિવાળું, ધર્મનું ગ્રહણ=સત્પ્રતિપત્તિવાળું વિમલભાવના કરણરૂપ ધર્મનું ગ્રહણ, પ્રાયઃ=બહુલતાએ, જિનવચનથી=વીતરાગના સિદ્ધાંતથી, જે વક્ષ્યમાણ વિધિ છે તેનાથી પ્રાપ્ત થાય છે.
5
અહીં પ્રશ્ન થાય કે જિનવચનથી વિધિપૂર્વક જ પ્રાપ્ત થાય છે એમ ન કહેતાં પ્રાયઃ જિનવચનથી વિધિ દ્વારા પ્રાપ્ત થાય છે એમ કેમ કહ્યું ? એથી કહે છે
મરુદેવાદિમાં ક્યારેક અન્યથા પણ=વ્રતગ્રહણની વિધિ વગર પણ, સંભવ છે=ગુણસ્થાનકની નિષ્પત્તિરૂપ ધર્મનો સંભવ છે.
‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૩/૧૩૬।।
ભાવાર્થ:
ઉપદેશક દ્વારા યોગ્ય શ્રોતા ધર્મના પ૨માર્થને જાણ્યા પછી સ્વશક્તિ અનુસાર ભગવાનના વચન અનુસાર વ્રત ગ્રહણ કરવા માટે તત્પર થાય ત્યારે તે વ્રતગ્રહણ વિષયક જે વિધિ ભગવાનના શાસનમાં બતાવાયી છે તે વિધિના ૫૨માર્થને જાણ્યા પછી મહાત્મા તે વિધિકાળમાં કરાતા સર્વ આચારોમાં અત્યંત પ્રણિધાનપૂર્વક ઉપયુક્ત થઈને વ્રતો ગ્રહણ કરે છે તે મહાત્મામાં તે વિધિના બળથી પૂર્વ કરતાં વિશિષ્ટ પ્રકારનો પરિણામ નિષ્પન્ન થાય છે જે પરિણામના બળથી તે મહાત્માને ગ્રહણ કરાયેલ વ્રત ભાવથી પરિણમન પામે છે. માટે ગ્રંથકારશ્રી વ્રતગ્રહણની વિધિ હવે પછી બતાવશે. II૩/૧૩૬/