________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧, ૨
ભાવાર્થ:
ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત અધ્યાયના શ્લોક-૧થી ૩ સુધી સધર્મના ગ્રહણ માટે યોગ્ય જીવ કેવા સ્વરૂપવાળો હોવો જોઈએ તેનું વર્ણન કર્યું. સધર્મને યોગ્ય જીવ સ્વશક્તિ અનુસાર વ્રત ગ્રહણ કરવા માટે તત્પર થાય ત્યારે ઉપદેશકે કેવા પ્રકારની વિધિપૂર્વક તેને દેશવિરતિ આદિ વ્રતો આપવાં જોઈએ; જેથી તે વિધિના બળથી તે મહાત્માને ગ્રહણ કરાયેલાં વ્રતો સમ્યક્ પરિણમન પામે, જેના બળથી તે મહાત્મા તે વ્રતોને પાળીને ઉત્તરના ઉત્તરના ગુણસ્થાનકને પ્રાપ્ત કરે. તે માટે વ્રતગ્રહણની વિધિનું સ્વરૂપ ગ્રંથકારશ્રી હવે બતાવે છે. II૧/૧૩૪]]
અવતરણિકા :
-
ननु धर्मः स्वचित्तपरिशुद्ध्यधीनः, तत्किमस्यैवं ग्रहणेनेत्याशङ्क्याह -
અવતરણિકાર્ય :
‘નનુ’થી શંકા કરે છે કે ધર્મ સ્વચિત્તની પરિશુદ્ધિને આધીન છે. તે કારણથી આના=ધર્મના, આ પ્રકારે=આગળમાં બતાવાય છે એ પ્રકારની વિધિથી ગ્રહણ વડે શું ? એ પ્રકારની આશંકા કરીને કહે
છે
ભાવાર્થ:
પૂર્વસૂત્રમાં ગ્રંથકારશ્રીએ પ્રતિજ્ઞા કરી કે સધર્મને આપવાની વિધિનું અમે વર્ણન કરીશું. ત્યાં કોઈક વિચારકને પ્રશ્ન થાય કે ધર્મ ગ્રહણ કરવા માટે વિધિની અપેક્ષા કેમ છે ? અર્થાત્ વિધિ વગર પણ સ્વચિત્તની પરિશુદ્ધિ થાય તો ધર્મ નિષ્પન્ન થઈ શકે છે, તેથી ધર્મને ગ્રહણ કરવા માટે કોઈ વિધિની અપેક્ષા નથી એ પ્રકારની શંકાના નિરાકરણ માટે કહે છે
સૂત્ર ઃ
धर्मग्रहणं हि सत्प्रतिपत्तिमद्विमलभावकरणम् ।।२ / १३५ ।।
( )
સૂત્રાર્થ
જે કારણથી ધર્મનું ગ્રહણ સત્પ્રતિપત્તિવાળું=પોતાની શક્તિ અનુસાર શુદ્ધ સ્વીકારવાળું, વિમલ ભાવનું કરણ છે તે કારણથી તેના ગ્રહણમાં વિધિની અપેક્ષા છે એમ અધ્યાહાર છે. ||૨/૧૩૫
ટીકાઃ
:
‘धर्मग्रहणम्' उक्तलक्षणं ‘हिः ' यस्मात् 'सत्प्रतिपत्तिमत्' दृढशक्तिपर्यालोचनादिना शुद्धाभ्युपगमवत्, किमित्याह-‘विमलभावकरणं' स्वफलप्रसाधनावन्ध्यपरिणामनिमित्तं संपद्यते इत्येवमस्य ग्रहणविधिવૈમુપમ્યતે કૃતિ ાર/રૂ।।