________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩
શ્લોક-૩, સૂત્ર–૧
ફલસાધનભાવના કારણે=આવો જીવ ફલની નિષ્પત્તિનું કારણ હોવાને કારણે તીર્થંકરો વડે યોગ્ય જીવ કહેવાયો છે; કેમ કે યોગ્યને જ ધર્મગ્રહણના ફલ પ્રત્યે સાધક ભાવતી ઉપપત્તિ છે.
વ્યતિરેકને કહે છે
૬
આનાથી=આ ધર્મ ગ્રહણ કરનારથી, અન્યપૂર્વના બે શ્લોકમાં કહેવાયેલા વિશેષણથી રહિત જીવ, પરમાર્થથી=તત્ત્વવૃત્તિથી, યોગ્ય નથી જ.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।।૩।।
ભાવાર્થ:
ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત અધ્યાયના શ્લોક-૧, ૨માં કહ્યું એવો જીવ સ્વશક્તિનું દૃઢ આલોચન કરીને વ્રતગ્રહણમાં સમ્યક્ પ્રવર્તે છે એમ કહ્યું. એનું કારણ પરહિતમાં ઉદ્યત એવા તીર્થંકરોએ આવા ગુણથી સંપન્ન જીવને વ્રતગ્રહણ કરવા માટે યોગ્ય કહ્યો છે; કેમ કે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે ઉપદેશનું શ્રવણ કરીને તેના પરમાર્થને પામ્યા પછી પોતાની શક્તિ અનુસાર જો તે જીવ વ્રતગ્રહણ કરે તો તે વ્રતથી ઉત્તર ઉત્તરનાં ગુણસ્થાનકની પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત થાય છે. અને જે જીવ આવા ગુણોવાળો નથી તે ઉત્સાહમાં આવીને દેશવિરતિ આદિ વ્રતો ગ્રહણ કરે, તોપણ તે વ્રતોના પાલન દ્વારા, ઉત્તર ઉત્તરનાં ગુણસ્થાનકની પ્રાપ્તિરૂપ ફલને પરમાર્થથી પ્રાપ્ત કરતો નથી. આથી પૂર્વમાં વર્ણન કરાયેલા ગુણો વગ૨ના જીવને તીર્થંકરોએ વ્રત ગ્રહણ કરવા માટે યોગ્ય કહ્યા નથી. II3II
સૂત્રઃ
इति सद्धर्मग्रहणार्ह उक्तः, साम्प्रतं तत्प्रदानविधिमनुवर्णयिष्यामः
||૧/૧૩૪।।
—
સૂત્રાર્થ
આ પ્રમાણે=પ્રસ્તુત અઘ્યાયના શ્લોક-૧થી ૩માં કહ્યું એ પ્રમાણે, સદ્ધર્મના ગ્રહણ માટે, યોગ્ય પુરુષ કહેવાયો. હવે તેના પ્રદાનની વિધિનું=યોગ્ય જીવને ગુણસ્થાનકની નિષ્પત્તિ અર્થે સદ્ધર્મના પ્રદાનની વિધિનું, અમે વર્ણન કરીશું. ||૧/૧૩૪॥
:
ટીકા ઃ
તત્ મુળમમેવ ।।૨/૨૩૪।।
ટીકાર્ય :
આ સૂત્રનો અર્થ સુગમ છે માટે ટીકાકારશ્રીએ ટીકા કરેલ નથી. ।।૧/૧૩૪।।