________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | શ્લોક-૨, ૩ ઇત્યાદિ વચનથી ધર્મની ઉપાદેયતાને=ધર્મના ઉપાદેય ભાવને, જાણીને ભાવથી=માત્ર આચરણાથી નહિ પરંતુ ગુણસ્થાનકને સ્પર્શ કરે તેવા ભાવથી, સંજાત ઇચ્છાવાળો=ધર્મ કરવાના પ્રાપ્ત થયેલા ઇચ્છાના પરિણામવાળો, અહીં=ધર્મના વિષયમાં, દૃઢ=અતિશય સૂક્ષ્મ ઉપયોગથી, સ્વશક્તિનું=ધર્મ સ્વીકારવા વિષયક સ્વસામર્થ્યનું આલોચન કરીને ગ્રહણમાં=આગમમાં કહેવાશે એવા યોગવંદનાદિની શુદ્ધિની વિધિથી આ જ ધર્મના સ્વીકારમાં સંપ્રવર્તે છે=સમ્યક્ પ્રવૃત્તિને કરે છે.
૪
અહીં દઢ શબ્દ કેમ કહ્યો ? તે સ્પષ્ટ કરે છે –
-
અદૃઢ આલોચનમાં અયથાશક્તિ ધર્મગ્રહણની પ્રવૃત્તિ થયે છતે, ભંગનો સંભવ હોવાને કારણે=ગ્રહણ કરાયેલા વ્રતના ભંગનો સંભવ હોવાને કારણે, ઊલ્ટો અનર્થનો ભાવ છે=ગ્રહણ કરાયેલા વ્રતના લાભના બદલે અનર્થનો ભાવ છે, એથી દૃઢ ગ્રહણ કરાયું છે=દૃઢ સ્વશક્તિનું સમાલોચન કરે એમ કહેવાયું છે.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ।૨।।
* શ્લોકમાં રહેલ ‘માવત:’ શબ્દ ટીકામાં છૂટી ગયેલ છે તેને અમે ગ્રહણ કરીને અર્થ લખેલ છે.
ભાવાર્થ:
પૂર્વશ્લોકમાં કહ્યું એવા ગુણને પ્રાપ્ત થયેલો પુરુષ નિર્મળ બોધને કારણે “ધર્મ જ આત્મા માટે ઉપાદેય છે” એવી સ્થિર બુદ્ધિવાળો થાય છે; કેમ કે તે વિચારે છે કે દેહની સાથે વિયોગરૂપ મૃત્યુ જ્યારે થશે ત્યારે વર્તમાનમાં જે કાંઈ ધનાદિ પોતાની પાસે છે તે સર્વનો નાશ થશે, પરભવમાં કોઈ સાથે આવશે નહિ, પરંતુ વિવેકપૂર્વક સેવાયેલો ધર્મ આત્મામાં ધર્મના ઉત્તમ સંસ્કારોને આધાન કરીને અને ધર્મસેવનકાળમાં બંધાયેલા પુણ્યને ગ્રહણ કરીને પરભવમાં જશે, તેથી બંધાયેલું પુણ્ય અને આત્મામાં પડેલા ધર્મના ઉત્તમ સંસ્કારો પરભવમાં સાથે આવે છે, માટે ધર્મ જ આત્મા માટે ઉપાદેય છે આવો નિર્ણય કરીને તે પુરુષ શુદ્ધ ધર્મ સેવવાની ઇચ્છાવાળો બને છે અને વિવેકચક્ષુવાળો હોવાથી અતિસૂક્ષ્મ ઉપયોગથી કયા પ્રકારનો ધર્મ સેવવાનું પોતાનામાં સામર્થ્ય છે તેનો નિર્ણય ક૨ીને શાસ્ત્રમાં બતાવાયેલી વિધિથી સ્વભૂમિકા અનુરૂપ ધર્મને સ્વીકા૨વામાં સમ્યક્ પ્રવૃત્તિ કરે છે. જેથી સ્વશક્તિ અનુસાર ઉત્તમભાવોની નિષ્પત્તિનું કારણ બને તે પ્રકારે સ્વીકારાયેલાં વ્રતોનું પાલન કરીને ઉત્તર ઉત્તરના ધર્મની યોગ્યતાને પ્રાપ્ત કરે છે અને પૂર્ણધર્મ સેવીને સંસા૨નો અંત કરે છે. આ
અવતરણિકા :
ननु किमर्थमस्यैव धर्मग्रहणसंप्रवृत्तिर्भण्यते इत्याह
-
અવતરણિકાર્ય :
શા માટે આને જ=શ્ર્લોક-૧, ૨માં કહ્યું એવા પુરુષને જ, ધર્મગ્રહણની સમ્યક્ પ્રવૃત્તિ કહેવાય છે ? એથી કહે છે
-