________________
ઉપર પ્રમાણે ઉતારી કથારૂપે ભગવાને દેશના આપી. એ પ્રમાણે સંસાર તારક પ્રભુની દેશના સાંભળતાં કેટલાકેએ દીક્ષા લીધી, કેટલાએક બારવ્રત લીધા, કેટલાએકે સમકિત સ્વીકાર્યું. આ વખતે ભગવતે દત્ત પ્રમુખ ઘણાને સાધુ તથા સુમનસા પ્રમુખ અનેકને સાધ્વી અને કેટલાકને શ્રાવક શ્રાવિકા બનાવી–વતે આપી એ રીતે ચતુવિધ સંઘ સ્થા. દત્તાદિ ત્રાણું મુનિઓને ગણધર પદે સ્થાપી, “ઉત્પાદ, વ્યય, ધ્રુવ.” એ ત્રિપદી પ્રભુએ તેમને સંભળાવતાં ચૌદ પૂર્વે અને બાર અંગે તેઓએ એક મુહૂર્તમાં રચાં. પછી પારસી સમય થતાં દત્ત ગણધર મહારાજે જિનેશ્વરના પાદપીઠ ઉપર બેસી ધર્મદેશના આપી, તે પૂણ ચતાં દેવતા અને લેકે સ્વસ્થાને ગયા. ભગવંતના તીર્થમાં વિજય નામે યક્ષ અને ભ્રકુટી નામે દેવી અધિષ્ઠાયક દેવતા થયા.
એકદા સિંહાસને બિરાજમાન સ્વામીને દત્ત ગણધર વિનંતિ કરી કે, જેથી ભવ્યાત્માનું મન સ્થિર થાય, તેમને શ્રદ્ધા, સંવેગ ધર્મમાં અનુરાગ પ્રગટે; વળી હે નાથ ! આપ ક્યા ધર્મથી ત્રણ જગતના સ્વામી થયા, પૂર્વભવે શું શું સુકૃત્ય કર્યું, જેથી તીર્થનાથ થતાં લેકે આપને પૂજે છે, તે હે સ્વામીન મારા ઉપર અનુગ્રહ લાવી પ્રસન્ન થઈ સંભલાવો. એમ વિનંતિ કરવાથી પ્રભુ પિતાના પૂર્વ ભવનું વર્ણન કરે છે. ઘાતકીખંડના પૂર્વ વિદેહમા મંડનરૂપ મંગળાવતી નામે વિજય
છે, ત્યાં રત્નસંચયા નામે નગરીમાં પધ નામે પ્રભુના પૂર્વ રાજા હતો. પિતાની સભામાં બેઠો છે ત્યાં થડે ભવનું વર્ણન. દૂર એક સ્થાને ચકલાને રમ્ય માળો જુએ છે,
ત્યાં કોઈ પ્રતિપક્ષિ ચકલો આવી તે માળા વિખી નાંખી તે માંહેના બે ઇંડા જેઈ વૈર સંભારી ચાંચે કરી ઈંડાને નીચે નાખી દે છે, જેથી તે ફુટી જતાં તે ચકલો સંતુષ્ટ થાય છે. એટલામાં તે ઈડાના માતપિતા ત્યાં આવે છે, તેઓ ઈડ કુટેલ જોતાં કેધે ભરાય છે, અને બંને ચકલા લડતાં લડતાં મરણ પામે છે, તેથી ચકલી ક્ષણભર વિલાપ કરી ત્યાંથી ચાલી ગઈ અને અન્ય ચકલા સાથે વિલાસ કરવા લાગી. એ પ્રમાણે પદ્યરાજાએ નજરે જોતાં, તેમને વૈરાગ્ય ઉત્પન્ન