________________
જુવે છે, પછી નવ માસ અને સાડા ત્રણ દિવસે વ્યતિત થતાં પિષ માસની કૃષ્ણ દ્વાદશીની રાત્રીએ અનુરાધા નક્ષત્ર સાથે ચંદ્રમાને યોગ થતાં લક્ષ્મણમાતાએ પુત્રને જન્મ આપ્યો. (શ્રી ચંદ્રપ્રભુ સ્વામી જન્મા) ત્યારે વાયુકુમારે પૃથ્વી શુદ્ધ કરી, મેઘકુમાર દેવેએ ગંદકવડે સુગંધમય પૃથ્વી કરી, આકાશમાં દેવોએ દુંદુભી વગાડવા માંડી. આસનકંપથી પ્રભુને જન્મ થયો જાણે છપ્પન દિકકુમારીકાઓ, વૈમાનિક દેવ, તેના ઇન્દ્રો, ભવનપતિ અને વ્યંતરાદિ દેવ અને તેના ઈંદ્રોએ પ્રભુનો જન્મમહેસવ, ભાવના અને ભક્તિપૂર્વક કરી નંદીશ્વરદીપે અઠ્ઠાઈ મહોત્સવ કરી સ્વસ્થાને તેઓ જાય છે. અહિં દિકકુમારીએાએ કરેલ મહોત્સવ અને ઈ કરેલી સ્તુતિનું વર્ણન જાણવા જેવું છે. ત્યારબાદ પ્રાતઃકાળમાં રાત્રિને વૃત્તાંત લક્ષ્મણે દેવી પિતાના સ્વામીને કહી સંભળાવતાં, મહાસેન રાજા ભારે આનંદ પામી, બાર દિવસ પ્રભુને જન્મ મહોત્સવ કરી, સ્વજન સમક્ષ, પ્રભુ માતાને ઉદરે આવતાં તેમને ચંદ્ર પાનને દેહદ ઉત્પન્ન થયેલ, તે ઉપરથી પુત્રનું શ્રી ચંદ્રપ્રભુ નામ પાડે છે. અહિં ગ્રંથકાર મહારાજ પ્રભુના દેહનું સુંદર વર્ણન કરે છે જે જાણવા જેવું છે. (પા. ૧૩૮) અનુક્રમે પ્રભુ યૌવન વય પામતાં અવધિજ્ઞાનથી પોતાના ભંગ કર્મ જાણ, અઢી લાખ પૂર્વ વ્યતિત થતાં માતપિતાના આગ્રહથી રૂ૫ લાવણ્યયુક્ત સુકન્યા પરણે છે, ત્યારબાદ પ્રભુને રાજ્યાભિષેક થાય છે. સાડા છ લાખ પૂર્વ અને ચોવીશ પૂર્વોગ ઉપર સ્વામી રાજ્યનું પાલન કરે છે; પછી દીક્ષાના અવસરના અધિકારી લોકાંતિક દે આવી પ્રભુને તીર્થ પ્રવર્તાવવા વિનંતિ કરે છે. પ્રભુ સાંવત્સરિક દાન આપે છે. એક વર્ષમાં ત્રણસેં અઠયાસી કોટી અને એંશીલાખ સુવર્ણનું દાન કરે છે. એમ વર્ષ પૂર્ણ થતાં વૈમાનિક દેવો અને ઈકો આવી પ્રભુને તીર્થ જળથી સ્નાન કરાવે છે, પછી શિબિકા ઈ તૈયાર કરતાં તે પર પ્રભુ આરૂઢ થયા. દેવદેવીઓથી ગવાતા અને શ્રી ચંદ્રપ્રભ સ્વામી સહસ્સામ્ર વનમાં પધારે છે, ત્યાં અશોકવૃક્ષ નીચે ઉતરી આભૂષણો વગેરે સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો. તે વખતે પોષ માસની કૃષ્ણ ત્રયોદશીના દિવસે અનુરાધા નક્ષત્ર સાથે ચંદ્રમાનો વેગ આવતાં દિવસના પાછલા પહેરે પંચમુષ્ટિ કેશને લેચ કરી, છઠ્ઠ તપ કરી, સિદ્ધને નમી પ્રભુ