________________
સંગીત કરી રાજાને મેહ પમાડી, તેની પાસે યુક્તિથી ઉપાનહ ઉપડાવે છે અને તેની સાથે સંબંધ કરી ગર્ભધારણ કરે છે. પુત્ર પ્રસવ થતાં રાજાને જણાવતાં લેખ દ્વારા સંદેહ દૂર કરે છે, પછી સ્ત્રીથી પિતાને પરાભવ થયેલ જાણે રાજા વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કરે છે; અહિંઆ કથા પૂર્ણ થાય છે. જેમાં સ્ત્રીની બુદ્ધિ, શીલનું રક્ષણ કરવા અને પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે કરેલ કૂટનીતિ વગેરેનું આ એક અજબ દષ્ટાંત છે. પા. ૧૯૫ થી ૨૧૦
ઉપર પ્રમાણે કામલેખાએ રત્નમાળાની વાત કહ્યા બાદ દૂર બેસીને કથા સાંભળનાર લમીબુદ્ધિ રાજાએ તે સ્ત્રીને સંતાપનું કારણ પૂછતાં, આ અમારી સખી ગર્ભવતી થતાં તેના પતિએ ગર્ભ માટે શંકા લાવી તેને અનાદર કર્યો છે, અને પિતાએ પણ કહાડી મૂકી છે તેથી શું કરે ? એમ જણાવતાં રાજા કહે છે કે તેના પતિનો તેની વિસ્મૃતિ એજ એના અપરાધનું કારણ છે અને તેની નિશાની તથા અલંકારવડે તેને વિસ્મરણ દૂર કરાવવું જોઈએ, છતાં ન થાય તે કર્મનું કારણ ગણાય, તેમાં સહુરૂષોનો દોષ ન કહેવાય; કારણ કે શ્રાપના યોગે દુષ્યત રાજાએ શકુંતલાને પણ વિસારી મુકી હતી, એમ રાજાએ કહેતાં તે કથા રાજાને કહેવાનું જણાવતાં રાજા શકુંતલાની કથા કહે છે. આ શંકુતલાની કથા સંસ્કૃત સાહિત્યમાં નાટક (કાવ્ય) રૂપે અને ગુજરાતીમાં તેના ભાષાંતર થઇ નવલકથા અને નાટકરૂપે પણ પ્રસિદ્ધ હેવાથી અહિં તેનું વિવેચન કરવામાં આવતું નથી. જૈન કથા સાહિત્યમાં પણ જૈનેતર સાક્ષર, વિદ્વાને, કવિઓ, ગ્રંથક્તઓ વગેરેની કૃતિના દાખલાદષ્ટાંત ઘણે સ્થળે આપવામાં આવેલા જેવાય છે, તે જૈન ગ્રંથકાર મહાત્માએ હૃદયની વિશાળતા સૂચવે છે. ( આ શંકુતલાની કથા પા. ૨૧૧ થી ૨૨૪ માં આવેલ છે.)
પછી સૂર્યોદય થતાં બુદ્ધિસંધાન નામે તે રાજાને પ્રધાન તે રૂદન કરતી સ્ત્રીને પિતા થાય છે તે ત્યાં આવે છે. રાજા તેને રૂદન કરતી સ્ત્રી તે પ્રધાનની પુત્રી અને જેને હું પરણ્યો હતો તે એજ હશે અને ગર્ભના સંદેહથી મેં એને કહાડી મૂકી હતી અને અહિં મરવા આવી છે; વળી ગર્ભ સંબંધી તેને સંદેહ થતાં ત્યાં વનપાલકે ઉદ્યાનમાં