________________
તમામ વર્ણન અને આખી કથા ચમત્કારિક અને પુણ્યને મહિમા બતાવનાર છે, અને વાચકને અદ્દભૂત રસ પડે તેવી છે. પા. ૧૦૨ થી ૧૪૩.
હવે આચાર્ય મહારાજ જિનધર્મથી વાસિત વિનયપ્રધાન એવી હરિણ-શ્રીષેણની સત્યથા કહે છે. આ બન્ને ભાઈઓનું આખું ચરિત્ર અને તેમનો વિનયગુણ કે જેનાથી તેઓ બને છેવટે મેક્ષ પ્રાપ્ત કરે છે જે વાંચવા જેવું છે. આવી રસપ્રદ, અલૌકિક કથાઓ બાળજીવને ધર્મસમ્મુખ જોડવા માટે સાધનભૂત થાય છે. પા. ૧૪૩ થી ૧૭૩.
એ પ્રમાણે ગુરૂ વચન સાંભળતાં અજાપુત્ર રાજા ગુરૂ પાસે શ્રાવકના બારવ્રત અંગિકાર કરે છે અને પૂર્વે ભવે પિતે કોણ હતો અને કેવી કરણી કરી હતી તેમ પુછતાં ગુરૂ તેના પૂર્વભવનું વૃત્તાંત અહિં જણાવે છે. શેલકપુર નગરમાં લક્ષ્મીબુદ્ધિ નામે રાજા હતા. એકદા તે નિદ્રા
લેતા હતા તેવામાં તેણે દૂર કોઈ સ્ત્રીને રૂદનને અજાપુત્રનું પૂર્વ અવાજ સાંભળ્યો, અને તે જાણવા મહેલમાંથી ભવનું વર્ણન. શબ્દાનુસારે ચાલવા લાગ્યા અને ત્યાં આગળ જઈ
રોવાનું કારણ સ્ત્રીને પૂછતાં તેણે જવાબ ન આપે, પરંતુ તેની બે સખીઓ અંદર અંદર તે સ્ત્રીને પતિ ગુણઘાતક બન્યો છે અને પુરૂષો પોતાના થતા નથી તેમ અરસપરસ જણાવી તે રૂદન કરતી સ્ત્રીને પ્રમોદ પમાડવા પરસ્પર કથા કહેવા લાગી, જેથી રાજા મૌનપણે બેસી સાંભળવા લાગ્યો અને તેની કુન્જા સખીએ કહેવા માંડયું
સંકાશપુર નગરમાં જયા નામે રાજા . હવે ચંદ્રચૂડ નામના રાજાની પુત્રી અનંગસુંદરી કે જે પ્રથમ પુરૂષષિણ હેવાથી કોઈને પરણતી નહોતી તેને સ્વપ્નામાં જોયેલ હોવાથી તેને વરવા ઈચ્છા થવાથી રાજપાટ મંત્રીને સંપી, કેવી રીતે તે અનંગસુંદરીને વરે છે અને અનંગસુંદરીને પુરૂષ પ્રત્યે દ્વેષ દૂર કરાવી, પિતાના નગરે જય રાજા આવે છે તે કથા પ. ૧૭૫ થી પા. ૧૯૫ સુધી આવેલ છે. ત્યારબાદ કા દાસી બીજી સખી કામલખાને કહે છે, સાથે જણાવે છે કે હે સખી ! પુરૂષ