________________
થાય છે, છતાં વાયુધનાં સત્ત્વશાળીપણુની વિશેષ પરીક્ષા કરવા તે દેવ એક ન પ્રસંગ ઉભો કરે છે. દર અષ્ટમીના રોજ વાયુધ ધર્મશાળામાં જઈ ધ્યાન કરે છે, તેવે વખતે એક દિવસ એક કબુતર તેની પાછળ આવતાં સિંચાણાથી પિતાનું રક્ષણ કરવા મનુષ્ય ભાષાએ બોલતું આવતાં રાજા તેને પોતાના બળાનું રક્ષણ આપે છે, પાછળ આવતે સિંચાણે પિતાનું ભક્ષ આપવાનું કહે છે, જેથી ક્ષત્રીય વંશીય, પુરૂષ શરણે આવેલાને પ્રાણત સુધી ન સેપે તેમ તથા બીજાના પ્રાણથી પિતાની તૃપ્તિ ક્ષણિક થશે અને અંતે તારે નરક વેદના ભેગવવી પડશે, એવી અનેક રીતે રાજાએ સિંચાણને સમજાવ્યા છતાં સિંચાણે માનતા નથી, જેથી રાજા પોતે વિચાર કરે છે કે પારેવાનું મારે રક્ષણ કરવાનું છે, સિંચાણાને માંસ વગર તૃપ્તિ થાય તેમ નથી; તેમ વિચારી રાજાએ ત્રાજવા મંગાવી એક ત્રાજવામાં પારેવાને મુકી અને બીજામાં છરીવતી પોતાનું સાથળનું માંસ કાપી મુકવા માંડયું; છેવટે સરખા ત્રાજવા ન થવાથી ત્રાજવામાં પોતે બેસી જાય છે, તેનું આવું પરોપકારીપણું જોઈ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ, દેવ દુદુભિનાદ થયે, અને વાયુધના માન, દાન અને સત્ત્વની કઈ તુલના કરી શકે તેમ નથી તેમ દેવવાણુ થઈ. દેવે તે બાજી સંકેલી ત્યાં પોતે પ્રગટ થઈ રાજાને નમસ્કાર કરે છે અને તેમની પરીક્ષા કરવા પોતે કરેલું જણાવી માફી માંગી સ્વસ્થાને જાય છે. આ દૃષ્ટાંત અતિ ચમત્કારિક અને અભયદાન ઉપર હે શ્રેષ્ઠ વાંચવા લાયક છે. પા. ૮૪ થી ૧૦૦.
અહિં અજાપુત્ર ત્યાં રહેલા દર્શનીયોને નારકોની સ્થિતિ પૂછતાં અન્ય દર્શનીયોની સ્વકલ્પિત વાત ન રૂચતાં જૈનાચાર્યને પૂછતાં આચાર્ય મહારાજે મેક્ષસુખ આપનાર ધર્મનું મૂળ સમ્યકત્વ જણાવી અને તેના ઉપર આરામનંદનની કથા જણાવે છે. આરામનંદનની આ વિસ્તૃત કથામાં તેના પરદેશ ગમનમાં બનેલા બનાવો અલૌકિક છે તે, તથા ગૃહસ્થનું દિનકૃત્ય, હાથીને ઉઠાડવાની–વશ કરવાની કળા, સમુદ્રમાંથી જળપુરૂષો પાસેથી રત્ન સંપાદન કરવાની બુદ્ધિ અને તેવા પુણ્ય પસાથે કષ્ટ વખતે તેની આપદાઓ કેમ દૂર થઈ, છેવટે તેના સમ્યફવની પરીક્ષા એક વ્યંતરીઓ કરતાં કેવી રીતે આરામનંદને દૃઢતા રાખી એ