________________
આગળ ચાલતાં એક શેથી વિલાપ કરતી યુવતી સહિત વૃદ્ધ સ્ત્રીને જોઈ તેના વિલાપનું કારણ પૂછે છે, અને તે વૃદ્ધાના પુત્રનું રક્ષણ કરવા પરોપકારી એ જીમૂતવાહન પિતાને ભોગ આપવાનું વચન આપે છે, અને તે વૃદ્ધા તેને પુત્ર શંખચૂડ વગેરે તેને પોતાનો ભોગ આપવા ના પાડે છે, છતાં ગમે તે ભેગે જીમૂતવાહન શંખચૂડને બચાવવા તૈયાર થાય છે. ( આ પ્રસંગને અરસપરસ નિખાલસ વાર્તાલાપ ખાસ મનન કરવા જેવો છે. (પા. ૪૮ ) પછી જીમૂતવાહનને ગરૂડ શરીરે અનેક પ્રહારો કરી મરણાંત સ્થિતિ સુધી પહોંચાડે છે, છતાં પ્રાણના ઉપકારમાં પિતાનું જીવિત વપરાતું જાણી તે આનંદ પામે છે, ત્યાં શંખચૂડ આવી પહોંચે છે અને ગરૂડને સાહસ ન કરવા અને તેને ભક્ષ પોતે છે એમ કહી સુઈ જાય છે, જેથી હાડકા રહ્યા દેખાતા જીમૂતવાહનને ગરૂડ છોડી દે છે અને ખેદ પામે છે, ત્યાં જીમૂતવાહનના માતપિતા અને મલયવતી તેની સ્ત્રી ત્યાં આવી પહોંચે છે, તેઓ સર્વે રૂદન કરે છે, તેને જીમૂતવાહન થોડા વખત જીવવાની સ્થિતિમાં છતાં માતા વિગેરેને વૈરાગ્યયુકત બોધ આપે છે; પછી તેને સ્ત્રી વરદાન આપનાર દેવીનું સ્મરણ કરે છે જેથી દેવી પ્રગટ થઈ જીમૂતવાહનની પીડા દૂર કરી, ચક્રવત્તિની સમૃદ્ધિ આપી અદશ્ય થાય છે. જીમૂતવાહનના સત્તને દેવ પૂજવા લાગે છે. ત્યારબાદ જીમૂતવાહન પિતાના નગરમાં આવે છે. અહિં આ કથા પૂર્ણ થાય છે. આ એક અન્ય દર્શનની કથા કહેલી છતાં તે સત્ત્વશાળીપણું ઉપર મનોહર દૃષ્ટાંત છે. સત્ત્વશાળી–પરમાથી પુરૂષો બીજાના ઉપકાર કરવા માટે પિતાના સર્વસ્વનું બલિદાન આપે છે અને જીવિતની પણ પરવા કરતા નથી, તેને આવા દષ્ટાંતથી મનુષ્યોએ ધડે લેવા જેવું છે. આ કથા પા. ૪૩ થી પર સુધીમાં આવેલ છે.
આ કથા સાંભળી અજાપુત્ર હર્ષ પામ્યો. પછી તેના સુબુદ્ધિ પ્રધાન તાપસ સામે જોતાં તાપસ તે મંત્રીને જણાવે છે-કે જે કે અજાપુત્ર સમાન કોઈ સત્ત્વશાળી નહિં હોય, પરંતુ સત્ત્વ એ પુરૂષનું જીવિત છે અને તે સિવાય પુરૂષ સ્ત્રી સમાન લેખાય છે; છતાં હરિશ્ચંદ્ર રાજાનું એક પ્રસિદ્ધ દૃષ્ટાંત છે.