________________
પુત્ર રાજ્ય ઉપર બેસી, પિતાની આગલી હકીકત જાણવામાં આવતાં પિતાની માતાની શોધ કરાવી, રાજ્યભવનમાં લઈ જાય છે. અજાપુત્રની પણ સત્તા અને પ્રતિજ્ઞા પાલનની પરીક્ષા નગરની અધિષ્ઠાયક દેવી કરે છે, જેમાં અજાપુત્ર સફળ થતાં તેને આભરણ આપી દેવી વિદાય થાય છે. આ અજાપુત્રની કથા ઘણીજ વિસ્તારપૂર્વક, અદ્ભુત સત્ત્વ વર્ણન સાથે આપવામાં આવેલ છે. જેમાં તેના પુણ્યને પ્રભાવ જ જણાય છે. જે આખું ચરિત્ર રસિક, આશ્ચર્યો યુકત અને આહાદજનક છે. ૫. ૧ થી ૫. ૪૩.
હવે અજાપુત્રના પ્રધાને જુદા જુદા દર્શનીયને બેલાવી અલગ અલગ પૂછે છે કે આ રાજા સમાન કેઈ બીજે સત્ત્વશાળી છે? એમ પૂછતાં બીજ દર્શનીય અજાપુત્રને જ સત્ત્વના મંદિરરૂપ જેકે જણાવે છે; છતાં બૌદ્ધ દર્શનીય કથાઓમાં પ્રકટ થયેલ જીમૂતવાહન પણ તે દષ્ટાંત રૂપ છે એમ કહી તે જીમૂતવાહનની કથા બૌદ્ધ ધર્મગુરૂ અહિં કહે છે.
વૈતાઢ્ય પર્વતના ઉપર શ્રી કાંચનપુર નગરમાં મૃતકેતુ નામનો
વિદ્યાધર રાજા અને તેને કનકાવતી નામની રાણી જીમૂતવાહનની હતી. તેના ઉદરથી જન્મેલ જીમૂતવાહન કથા, પુત્રને ક્રમથી આવેલ કલ્પવૃક્ષ આપી જીમૂતકેતુ
તપોવનમાં ચાલ્યા જાય છે. તે કલ્પવૃક્ષનો દારિદ્રયને નાશ કરવા જગપ્રતે પ્રેરતાં કલ્પવૃક્ષ રહિત થવાથી, પ્રતિપક્ષિ સામત રાજ્ય લઈ લેવાને વિચાર કરતાં જાણવામાં આવતાં, જીમૂતવાહન મલયાચલ પર્વત ઉપર પોતાના માતપિતાની સેવા કરવા ચાલ્યો જાય છે, ત્યાં પિતા આજ્ઞાથી પર્વતમાં ભમતાં તેને એક દિવ્ય પ્રાસાદ અને તેમાં એક કન્યાનું ગીત સાંભળતાં, તેનામાં પતે તન્મય બને છે. પછી તે કન્યા પોતાના આશ્રમના તરૂની લતામાં પાસ ગોઠવી આપઘાત કરવા તૈયાર થાય છે, ત્યાં એક દેવી પ્રગટ થઈ તેમ કરતાં અટકાવે છે. અને જીતવાહન ચક્રવતિ તારો સ્વામી થશે તેમ જણાવે છે. તેટલામાં જીતવાહન તેના પાસ બંધ કાપી નાંખી તેને પરણે છે. એકવાર જીમૂતવાહન પિતાના સાળા તથા મિત્ર વસુ સાથે વન જેવા જાય છે, ત્યાંથી