________________
જીનેશ્વર થયા, અને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દત્ત ગણધર (કે જે અજાપુત્ર થવાના છે, ) તેમના પૂછવાથી પ્રભુ પોતાના પૂર્વના બે ભવ કહી સંભળાવે છે અને આ પ્રથમ સત્ત્વ ઉપર અજાપુત્રની કથા કહેવામાં આવે છે, જેમાં અહિં પ્રથમ અજાપુત્રની કથા શરૂ થાય છે.
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંકાનના નામે નગરીમાં ચંદ્રાપીડ નામે રાજા છે, ત્યાં શાસ્ત્રમાં વિશારદ ધર્મોપાધ્યાય નામે બ્રાહ્મણ હતા, તેને ગંગા નામે સ્ત્રી છે, તેને પુત્ર જન્મતાં તેના પિતાએ જન્મ ગ્રહ જોતાં તે આ નગરીને રાજા થશે, જેથી તે વિપ્રવંશને શત્રુ અને રાજ્ય નરકને આપનાર છે અને તે રાજા થવાનો હેવાથી મારા બ્રાહ્મણ આચાર નહિં પાળે વગેરેથી તે ખેદ ધરવા લાગ્યો અને પિતાની સ્ત્રીને તે પુત્રને તજી દેવા આજ્ઞા કરી, જેથી ખેદ ધરતી તરતજ તે જન્મેલા બાળકને રસ્તામાં તજી દે છે. ત્યાં એક બકરીનું ટોળું જતાં એક બકરી તે બાળકને જોતાં ઉભી રહી, નીચે નમી, સુતા બાળકના મોઢામાં પિતાનું આંચળ ધર્યું, તેને હાંકવા માટે ત્યાં એક ભરવાડ આવ્યો અને બાળકને જોતાં પિતાને ઘેર લઈ ગયે. પુત્રના અભાવે દુ:ખી થતી તેની સ્ત્રીને આપતાં નેહથી તેનું પાલન કરવા લાગી તેને અજાપુત્ર કહી બોલાવતા હતા. એકદા તે અજાપુત્ર એકલો જંગલમાં પશુએને લઈને ગયે, જ્યાં રાજા ચંદ્રાપીડ શિકારથી પાછા ફરતાં ત્યાં ઝાડની છાયામાં બેઠે. ત્યાં અકસ્માત એક સૌંદર્યવાન યુવતી પ્રકટ થઈ રાજાને કહેવા લાગી કે હે રાજા ! આ અજાપાલ બાળક બાર વર્ષને અંતે તને મારશે, એમ કહી તે દેવી અંતર્ધાન થઈ, ત્યાં સુમતિ મંત્રીએ રાજાને જણાવ્યું કે હે નાથ ! દેવતાની વાણી કદિ મિથ્યા થતી નથી. પછી પ્રધાનની આજ્ઞાથી સેવકો તેઅજાપુત્ર બાળકને ગહન વનમાં રીતે મૂકી ચાલ્યા ગયા, છતાં તેનું ભાવિ પુણ્ય અને તે દેવી અદશ્ય રહેલ માતાની જેમ તે બાળકને પાછળ પાછળ જતાં વિવિધ સ્થાનમાં તેને દુર્ઘટ આશ્ચર્ય બતાવતી રહે છે. હવે અજાપુત્ર બાળક પ્રથમ પરેપકારાર્થે ધગધગતી અગ્નિના ખાડામાં પડી તેમાંથી વૈશ્વાનર વૃક્ષના ફળ પ્રાપ્ત કરી, ચંપાનગરીના કોઈ પુરૂષોના પુત્રને રોગથી બચાવે છે, ત્યાંથી