________________
છતાં મારી લાચારી છે. સુજ્ઞ વાચકે આ બધું દરગુજ૨ કરે. સુજ્ઞોને મારી એટલીજ વિનંતી છે કે દેષો તરફ જોયા વિના આ ગ્રન્થનું પરિશીલન, મનન અને વાંચન કરી ઘેર બેઠા પણ ભગવતી સૂત્રના મર્મને સ્પર્શ કરે, જેથી આપણા આત્માને લાભ થશે.
પૂ ગુરુદેવની અસીમ કૃપાનું આ ફળ છે. તે માટે મને આનન્દ છે મારા કાર્યમાં જે પુણ્યશાલીઓએ ભાગ લીધો છે અને સહાયરૂપ બન્યા છે તેઓ સૌને મારા ધર્મલાભ હેજે. | ગાડી ટેપલ ટ્રસ્ટ પૂના સંઘના આગેવાન ભાગ્યશાલી એને, તેમજ પૂના પરવાલ મંદિર તથા બેઠી દેરાસરના દ્રસ્ટીઓને મારા ધન્યવાદ.
અંતે શાસનમાતા પદ્માવતીને મારી એજ પ્રાર્થના છે હું કંઈને કંઈ શુભ પ્રવૃત્તિ કરતો રહું તેમાં સહાયક બનજે. મારી એજ પ્રાર્થના છે.
__इतिशम् ન્યા. વ્ય. કા. તીર્થ પંન્યાસ પૂર્ણનન્દવિજય (કુમારશ્રમણ) C/o. સંભવનાથ જૈન દેરાસર વિ. સં. ૨૦૩૧ વીર સં. ૨૫૦૧. બોરીવલી વેસ્ટ જામલી ગલી ' ધર્મ સં. પ૪), મુંબઈ નં. ૯૨ મહાવીર સ્વામી જન્મકલ્યાણક દિવસ