Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૯
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ દ છે
ભૂલી જાય છે. આપણે મરચાં ખાધાં, આંખે (આંખમાં) અગર કઈ પણ અાવમાં તેથી બળતરા થાય એ કોણે કરી? શીરપાવ કે સજામાં કારણ ખુશી, કે નાખુશી જ છે ને! પાયથી સુખ અને પાપથી હરખ પિતાની મેળે નથી મળતાં, પણ બીજો આપે છે–ઈશ્વર આપે છે એવું અન્ય મતવાલાએ માને છે. કારણ કે તેઓ પુદગલના પરિણામને સમજતા નથી. મરચાંથી બળતરા, સાકરથી ઠંડક કોણ કરે છે? કોધના આવેશમાં આવી આપણે પથ્થર લઈ માથું દેવું અને રાતું (લેહી) કહ્યું? શું એ પરમેશ્વરે કર્યું?,
એવી બુદ્ધિ પરમેશ્વરે આપી” એમ કહેવામાં આવે તે તે પછી દુબુદ્ધિ કે સદ્બુદ્ધિ પઆનાર પરમેશ્વર જ ને, અને જે પરમેશ્વર જ તેમ કરે તે પછી અહીં જ મનુષ્યાદિ પ્રાણીને શા માટે ?, કોર્ટના ફરમાનથી કે મનુષ્યને ફાંસી દેનાર જલ્લાદ ગુનેગાર નહિ. એ રીતે જે સારી બોટી બુદ્ધિ પરમેશ્વર જ આપતે હોય તે પછી તે બુદ્ધિ અનુસાર વર્તનાર ગુનેગાર શાથી?” એને સજા શા માટે? પછી પુણ્ય પાપ, સ્વર્ગ નરક આ બધું શા માટે?, આથી પુદ્ગલ-પરિણામને માન્યા વિના છૂટકો જ નથી.
પરમેશ્વરને માનવા શા માટે? હવે કઈ અહીં પ્રશ્ન કરે છે કેઃ “જે સુખ-દુઃખ દાતા પરમેશ્વર નથી, તે પછી તેને માનવા શા માટે ?” જરા વિચાર કરો તે માનવાનું કારણ સ્વયમેવ સમજાશે. ઈશ્વર બનાવનાર નથી, પણ બતાવનાર તે છે ને સૂર્ય કાંઈ આપતું નથી, પણ પ્રકાશક તે છે, માટે તે ઉપયોગી છે. તેમ પુણ્ય પાપ આદિ ત તથા તેનાં કારણે વગેરે બતાવનાર જગતમાં કેવળ પરમેશ્વર જ છે. પરમેશ્વર વિના જીવાદિત કઈ બતાવી શકતું જ નથી. જે મનુષ્ય લૂગડું ન જોઈ શકે તે તેને રંગ શી રીતે જોઈ શકવાને ?, તે રીતે આત્માને ન જોઈ શકનારાઓ, આત્માને વળગતાં તથા તેનાથી વિપરાતાં કર્મોને, આત્માની સાથેના સંબંધને શી રીતિએ જોઈ શકવાના છે?, આથી જ જેઓ આત્માને ન જાણે તેઓ પુણ્યને, પાપને, આશ્રવને, સંવરને, નિર્જરને, બંધને, મેલને, બંધનિર્જન, કારણેને, કારણભૂત અધ્યવસાયને જાણી શકે જ નહિ. કેવલજ્ઞાની જ, સર્વજ્ઞ જ આત્માને, તથા આત્મા આશ્રીને અન્ય તને જાણી શકે છે,