Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૫૪
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણીવિર્ભાગ છે
માને કે એ બે ! પર્યુષણ પર્વમાં, તમને શ્રીકલ્પસૂત્રના વ્યાખ્યાનમાં સિંહ ગુફાવાસી મુનિની વાત સાંભરે છે, તે પ્રસંગ યાદ છે ને! એમનામાં માત્ર બરાબર હતાં, અને જેમની તપશ્ચર્યાથી સિંહ સરખા જનાવરે પણ શાંત થઈ જાય એવા તે એ જબરા તપસ્વી હતા. ચાતુર્માસ પણ સિંહની ગુફા પાસે રહીને એમણે ઉગ્ર તપશ્ચર્યા કરી હતી ને! આવા મહાત્મા પણ કેશાને ત્યાં ચાતુર્માસાર્થે ગયા; ગયા પણ શા માટે ? પિતાના સામર્થ્યની પ્રતીતિ કરાવવા ગયા, છતાં દષ્ટિ–ક્ષેત્રમાં સ્વૈર્ય ગુમાવ્યું, અને તેથી મહાવ્રતને અંગેનું ધેર્ય, ધૈર્ય બને ઉડી ગયુને સ્ત્રીને સમાગમ તે દૂર રહ્યો, પણ તેણીના સમાગમની ઈચ્છા, પણ બધાને પાયમાલ કરી નાંખે છે. ચાહ્ય દેવતા, ચાહ્ય મનુષ્ય અને ચાહા તિર્યંચની સ્ત્ર સંબંધી વિષયભેગને સર્વથા ત્યાગ તે પણ ઉપર મુજબ નવ પ્રકારે એ ચતુર્થ મૈથુન વિરમણ વ્રત. આ ચાર પ્રતિજ્ઞા હૈય, પણ પરિગ્રહ વિરમણ વ્રત ન હોય તે બાવાજીની ગીતાવાળું થાય!
બાવાજીની ગીતા ! એક બાવાજીને એક ભકતે સુંદર દેખાવાની, સારા પાનાની, સારી છપાઈની, મનેતર ગીતા આપી. બાવાજી ગીતાને સાચવવા લાગ્યા. જ્યારે ગીતા નહતી, ત્યારે કોઈ ચિંતા નહોતી, પણ ગીતા આવ્યા પછી ગતિ જ ફરી ગઈ. “વખતે ઉંદર કરડી જાય તે? એમ વિચારી બાવાજી પૂરા સૂતા પણ નહોતા, ઘડી ઘડી ઉઠે, અને ગીતા તપાસે, ફેરવી ફેરવીને જુએ કે ગીતાને કરડી તે નથી ને ! આથી બાવાજીની તબિયત ઉજાગરાથી બગડવા લાગી, અને ભકતએ અસ્વસ્થ પ્રકૃતિનું કારણ પૂછયું. બાવાજીએ જે હતું તે કારણ કહી બતાવ્યું. બધા અજ્ઞાની! ભક્તએ ગીતા પાસે ઉંદર ન આવે માટે એક બિલાડી લાવી આપી. બીલીને ભકતે બાવાજી પાસે રાખી ગયા. બિલાડી રાખવાથી હવે ઉંદર નહિ આવે, એ કબુલ, પણ બીલીને ખાવા તે જોઈએને ! ભૂખી બિલાડી તે મ્યાઉં મ્યાંઉં ન કરે તે બીજું શું કરે ! આથી બાવાજીને તે કરમે એની એ જ દશા રહી. ભકતોએ બિલાડીના ખાનપાન માટે, તથા તેને માટે રસેઈ કરવા વ્યવસ્થા રાખવા માટેની એસબૈ અસ્ત કર્યો છી તે નું ખરું