Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૨૦ મું
૧૮૯
ખબર પડતાં તમામ લોકો ત્યાં દર્શોને ઉલટયા. શૌય ધર્મની મહત્તા દુનિયામાં જેને શીલ વ્હાલુ હાય તે વર્ણવે છે. તે પણ કુલટાદિ વેશ્યાને તો ખટકે જ! શીલ ધર્મને મહિમા દુનિયામાં ગવાય એ જ વેશ્યા માટે શલ્ય. આખું નગર મહાત્માને પગે લાગવા જાય, એ જોઈને એક નાસ્તિકના દિલમાં ઉલ્કાપાત જાગ્યે, પણ કરે શુ?, આખા ગામમાં તે નાસ્તિક પોતે એકલેા જ એ મતના હતા, એટલે એની વાતને સાંભળે જ કોણ ?, તેણે તપસ્વીના કાનમાં જઈને ફૂંક મારીઃ ‘મહાત્માજી ! આ બધુ કષ્ટ કરે છે તે ખરા, પણ પરભવની ખબર કઢાવી છે? આસામીના નિશ્ચય વિના હુંડી શાની લખા છે ? પરભવ નહિ હોય તો તમારૂ થશે શુ ?' મહાત્માએ ધ્યાન-મુક્ત થયા બાદ તેને મધુર વચનેથી સમજાવ્યું. કે ‘ભાઈ! તુ સાંભળવા તૈયાર તે છે ને? ’ એ યાદ રાખો કે કટ્ટર નાસ્તિકા માનતા કે ન માનતા છતાં સાંભળવા તેા તૈયાર રહેતા હેાય છે. તેણે પેાતાની સાંભળવાની તૈયારી બતાવી, એટલે મહાત્મા કહે છે; બેશક, સ્વગ, નરક મે જોયા નથી. પણ શાસ્ત્રના આધારે નિશ્ચય કર્યો છે કે પાક છે, અને તેથી નરકની વેદનાથી ખચવા માટે, અને સ્વના સુખના અનુભવાથે, શાંત્યથે હું તપશ્ચર્યાદિ કરૂ છું. ભલા ‘સ્વં કે નરક નથી ' એમ તું શા આધારે કહે છે? તને કોઈ કહી ગયુ છે કે ‘ સ્વ તથા નરક નથી ’, તારી ષ્ટિએ તો તારે જાતે જ ચૌદ બ્રહ્માંડમાં ફરી વળવુ જોઈએ, અને પછી ન દેખાય તા - નથી” એમ કહી શકે છે. હવે માન કે એક વખત સ્વર્ગ કે નરક ન પણ હોય તો મારૂં ગયું શું?
ઃ
'संदिग्धेऽपि परे लोके त्याज्यमेवाशुभं बुधैः ।
यदि नास्ति ततः किं स्यादस्ति चेन्नास्तिको हतः " ॥ १ ॥ આચારાંગસૂત્ર-પ્રથમવિમાñ-રૃ, ર છુ. શ્~i-{{
ભાવાઃ—
ચીમાં સંશયમાં પણ તત્પરતા ધરાવનારા લેાક હાવે છતે પડેત પુરૂષોએ તે અશુભ છેડવા લાયક છે, જો નથી તો પછી તેનાથી શુ થાય ? અર્થાત્ પુણ્યદાન ધર્મ કર્યાં, તો ફાયદો જ થવાના છે, પરંતુ વસ્તુ નિશ્ચિંત થઈ ગઈ તે નાસ્તિક તે પોતે પોતાના વિચારથી હણાયા જ છે.
સ્વર્ગ ન પણ હાય, નરક ન પણ હોય, છતાં પાપ છેડવાથી,