Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
ધર્મરત્ન પ્રકરણ
૩૧રૂ. પણું ખૂલે મઢે આખા નગરલેકેએ પ્રશંસા કરી. અને અંતે જીવન પર્યત શબ્દ રૂપ, રસ, ગંધ, સ્પર્શના સુંદર ભેગો અને ભેગના સાધનનું ભાજન બન્ય, અર્થાત્ પૂર્ણ ભેગી બને. આ પ્રમાણે પશુપાળ અને જયદેવનું ચિંતામણિ રત્ન વિષયક દષ્ટાંત કહ્યું. પણ દષ્ટાંત કહેવાને શાસ્ત્રકારને અભિપ્રાય કર્યો છે, તેમજ આ દષ્ટાંતથી આપણે શું ઉપનય સમજવાને છે તે હવે આગળ વિચારીએ.
શાલિભદ્રની કથાનું રહસ્ય. ચારે ગતિમાં આ જીવને ધર્મરત્ન મળવું મહા મુશ્કેલ છે, તેમ છતાં ભાગ્યેયેગે મળી ગયું તે, ટકવું બહુ જ મુશ્કેલ છે, અને તે માટે પશુપાલનું દ્રષ્ટાંત આપ્યું. પશુપાલને રત્ન મળ્યું છતાં ટકયું નહિ. કેટલીક કથામાં માત્ર સાધ લેવાનું હોય. જેવી રીતે શાલીભદ્રજીની કથામાં સાધ્ય દાનનું. સદ્ગતિ લેવાવાળાએ રબારી બનવું, ઢેર ચારવા, માતાએ દૂધ, ચોખા અને સાકર માંગી લાવી એકઠા કરવા, અને ખીર બનાવવી, છોકરાને ખીર પીરસવી, અને છોકરાઓ દાન દેવું એ બધું લેવાનું નથી, પરંતુ માત્ર દાન દેવાથી પુન્ય બંધાય છે, તે દાનના પરિણામનું સાધ્ય રાખવાનું છે. તેવી કથાને શાસ્ત્રકાર કથા કહે છે, પરંતુ કથાના રહસ્યને સમજવાની જરૂર છે. '
મેઘકુમારની કથાનું રહસ્થ પર્યુષણમાં મેઘકુમારની કથા સાંભળે છે. મેઘકુમાર મોટા રાજાઓની રૂપવંતી અઢળક રિદ્ધિ લઈને આવતી રાજકુમારીઓને પરણે છે. અને છેડીને દીક્ષા લે છે. એક જ રાત્રિમાં સાધુના આવવાજવાથી સંથારામાં પુષ્કળ ધૂળ એકઠી થવાથી સુખશય્યામાં પઢનાર મેઘકુમારને ક્ષણવાર પણ નિદ્રા ન આવી. તેથી સવારમાં ભગવાનને પૂછીને ઘેર જવાને નિર્ણય કરે છે. મહાવીર ભગવાન દીક્ષા આપનાર છે. મહાવીર ભગવાન પૂર્વભવ સંભળાવે છે. આગલા ભવમાં હાથીના ભાવમાં ધર્મ ખાતર તે જિંદગી ગુમાવી છે. પહેલા ભવના ધર્મના સંસ્કારવાળે હાથીને જીવ રાજકુમાર આઠ આઠ સ્ત્રીઓને ત્યાગ કરીને દીક્ષા લે છે. તે ઘેર જવા માટે પરિણતિ (વિચાર) કરે છે. આમ તે અભિપ્રાય આપી દઈએ કે ભગવાને ઠીક ન કર્યું. પણ ઘેડો રથમાંથી છૂટી જાય, ભાગી