Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 337
________________ - શ્રી આગાહારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ હો '' મળતું હતું. તેના સાંધાઓ તૂટી ગયા હેવાથી માલિકે એક ગામમાં રાસ આપી ખાવા પીવા માટે વ્યવસ્થા કરી હતી, પણ ગામવાળાએ તેની કશી ચિંતા ન કરી. કેઈ બાઈ પાણીનું બેડું ભરીને આવતી દેખે તે હમણાં મને પાણી પાશે, ઘાસને ભારે લઈને કોઈ આવે તે હમણાં મને ખાવા પુળો આપશે. તેમ છતાં કેઈપણ પાણી કે પુળ આપતું નથી. વગર ઈચ્છાએ ભૂખ તરસ સહન કરી. અકામ નિર્જરા કરી શૂલપાણિ યક્ષ દેવતા થયે. આ ઉપરથી સમજાશે કે અકામ નિજેરાને એજબ ચમત્કાર છે, કે જેથી તિર્યચપણું છેડી દેવ થયે. છે. મનુષ્ય જિંદગીને સદુપયોગ કરતાં શીખે. જાનવરની જિંદગી પહેલાનાં પાપને ખપાવનારી. આપણી જિંદગી પહેલાનાં પુજેને ખાનારી. આગલા ભવના પદયથી મનુષ્ય થયે. આપણે ગયા ભવની મૂડી જ ખાયા કરીએ છીએ, અને નવી પેદા કરતા નથી. મનુષ્યપણું જેટલી પણ મૂડી ટકાવી રાખીએ તે રાંડી રાંડ બાઈ જેવા તે ગણાઈએ. રાંડી રાંડ બાઈ વ્યાજ ખાઈને ભી સાચવે, કેટલીક તે મૂળ મૂડીમાં પણ વધારે કરે, પણ ઘટાડો ન જ કરે. આપણે તે મેક્ષ કે દેવવેક ન મેળવીએ, પણ મનુષ્યપણું જે સાચવી રાખીએ, તે રાંડી રાંડ બાઈ જેવા પણ ગણાઈએ. આપણે ચતુર વેપારી કેમ ગણાઈએ. મનુષ્યપણુ જેટલી સ્થિતિ ટકાવી ન રાખીએ, અને તિર્યંચ કે નરક ગતિમાં જઈએ એવાં જ કાર્યો અહીં કરીએ; તે iડી રાંડ બાઈ કરતાં પણ ગયા, કે મળેલું મનુષ્યપણું પણ આવતા ભવ માટે ટકાવી ન રાખ્યું. મનુષ્યપણું આવતા ભવમાં મેળવવું, એ આપણા હાથની વાત છે. એવી કાર્યવાહી કરવી કે જેથી સદગતિ જ મળે. પરંતુ દુર્ગતિને લાયકની કાર્યવાહી તે તુરત છેડી દેવી. દુરૂપયેગ થત અટકાવ, અને સદુપયોગ ન થવાથી ભવ હારી જવાય છે, તે વાત ન ભૂલવી. . ભરત મહારાજાની ભવ્ય વિચારણા. ભરત મહારાજાને કહેવું પડયું કે મારા કરતાં નાસ્તિક સાશે. તે કેવી રીતે તે ઉપર એક દષ્ટાન્ત કહેવાય છે. એક રબારીને બકરી

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364