Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૩૪૪
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
લઘુકમી નારકે તથાવિધ શુભ સામગ્રી મેળવીને સમ્યકત્વરત્ન પણ પામી શકે છે. તેમજ કઈક ક્ષાયિક સમ્યક્ત્વ સહિત અહીં આવેલ હોય તે જિનેશ્વરાદિકના ગુણની પ્રશંસા અનુમોદનાથી તેમજ પ્રભુના કલ્યાણક કાળે શાતાને અનુભવે છે. વળી કંઈક વિશુદ્ધ જ્ઞાનના ગે સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી, પૂર્વના પાપને પશ્ચાત્તાપ કરતાં ભગવાનના શાસનને રાગ વધતાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે. દરેક નારકીને ભવ પ્રત્યાયિક અવધિ અગર વિભંગ જ્ઞાન હોય જ.
પૂર્વે જણાવેલા નાકીનાં દુઃખ વિશે સાંભળીને, વિવેકી, બુદ્ધિશાળી આત્મા કેઈપણ ત્રણ સ્થાવર જીવની હિંસા ન કરે, જઠું ન બોલે, વગર કાપેલી વસ્તુ ગ્રહણ ન કરે, મૈથુન ન સેવે, પરિગ્રને ત્યાગ કરે, સમ્યકત્વ દઢ કરે. તેમજ ક્રોધાદિક કાને આધીન ન બને. એવી જ રીતે તિયચ, મનુષ્ય અને દેવગતિમાં પણ અનેક પ્રકારના પરાધીનતા જન્મ, જરા, મરણ, ઈષ્ટવિયેગ, અનિષ્ટ સંગ, આધિ, વ્યાધિ, ઉપાધિ તેમજ દેવલેકમાં પણ પર સંપત્તિ, રિદ્ધિ દેખી ઈર્ષ્યા આદિનાં દુઃખે, મરણ કાળે પિતાનાં વિમાન, દેવી વગેરે છોડીને અશુચિ, બીભત્સ, દુર્ગધી અંધારે સ્થાનમાં જન્મ લેવો પડશે, ઈત્યાદિક અનેક દુઃખોવાળે આ સંસાર સમજી સર્વ દુઃખથી રહિત સાદિ અનંત કાળનું પરમાનંદ સુખ માત્ર મોક્ષમાં જ છે, એમ સમજી સંયમ અનુષ્ઠાનમાં રક્ત બની, સર્વ કમને ક્ષય કરી સિદ્ધિસુખના ભાજન બને એ જ અભિલાષાએ લેખ સમાપ્ત કરું છું.