Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 343
________________ - ૩ર૪ આગમ દ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ છો સુખ આપનાર ધર્મરત્ન ગુમાવ્યું. સામગ્રીસંગના સુખઅવસરમાં કાર્ય ન સાધી શકીએ, તે સામગ્રી વગરના કાળમાં શું સાધી શકવાના હતા, શક્તિ સંપૂર્ણ, શસ્ત્રો સંપૂર્ણ, સંગ-સાધને બધું અનુકૂળ હાય, તે વખતે કર્મશત્રુને લડાઈ ન આપીએ તે કયે ટાઈમે કર્મશત્રુને છતી શકીશું ? જ્યાં અનાર્યક્ષેત્ર, પાંચ ઇન્દ્રિયની ખામી, આયુષ્ય ટૂંકે, રેગી, શરીર, ઉત્તમ કુળ નહિ, દેવ ગુરુને સમાગમ નહિ, ધર્મ શ્રવણ નહિ, હેય-ઉપાદેય સમજાય નહિ, સાધર્મિક ભાઈઓને સહવાસ નહિ, એવા વખતે તમે શું સાધી શકવાના છે? નીસરણ ઉપરથી ઉતરતાં એકાદ ઠેસ વાગી તે છેક નીચે જ ગબડી પડવાને. અહીં મનુષ્યભવમાં પ્રમાદથી એકાદ ઠેસ વાગી તે નરક નિગેટ સુધી ગબડી. પડીશ, માટે આત્માએ વિચારી રાખવું કે પછી પત્તો નહીં ખાઈશ. માટે મહાનુભાવ! જે ધર્મરત્ન પામ્યા છે તેને ગુમાવી ન નાખે. ધર્મરત્ન મળે મિનિટમાં, પણ રક્ષણ જિંદગી સુધી કરવાનું. સ્ત્રીને દાગીને કે પૂત્ર મળે મિનિટમાં પણ પાલન-રક્ષણ જિંદગી સુધી કરવાનું છે. ધર્મરત્ન પામવું મુશ્કેલ તે કરતાં તન-રક્ષણ કરવું બહુ જ મુશ્કેલ છે. ધર્મના મળ્યા પછી ઘરનું રમકડું ગણી લેવાય છે. પૂજા કરવાની ટેવ પડી જાય પછી પ્રભુભૂતિ તરફ કઈ દષ્ટિ થઈ જાય છે? એક ગભારામાંથી બીજા ગભારામાં લઈ જાવ, લઈ આવે તેને અર્થશે? ઢીંગલા ઢીંગલી ફેરવે તેમ લઈ જાય અને લઈ આવે. પૂજાની જેમ બીજી ચીજમાં પણ સમજી લેવું. ભણવાની લાગણું થાય પછી ભણેલું ભૂલી કેમ જવાય? તેમ જ્યણ-સામાયિક પ્રતિક્રમણ વગેરે ધર્મ કાર્યોમાં મહાદર નિરપેક્ષ થવું, એટલે ધર્મરત્ન મળ્યા છતાં તે રત્નને ટકાવવું, રક્ષણ કરવું બહુ મુશ્કેલ છે. અંતિમ-પશ્ચાત્તાપ. - ભવિતવ્યતા મેગે આ જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી બાદરપણું પામ્યા, બે ત્રણ ચાર ઇંદ્રિયવાળો, વિલેન્દ્રીય બજે, પાંચ ઇંદ્રિયવાળે થયે, સંજ્ઞી થયે, અને મનુષ્ય થયે; અહીં સુધી તે આ જીવ ભવિતવ્યતા ગે આવી પહોંચ્યા. આટલી વસ્તુ પ્રયત્ન વગર પણ સિદ્ધ થઈ ગઈ. તે વસ્તુઓમાં અત્યારે કંઈ સાધવાનું નથી. ભવાંતરની અપેક્ષાઓ ભલે થયેલી છે.

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364