Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૩૬
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ છે એવાવવા પડે તેવાં દુખના કારણભૂત પાપકર્મ બાંધે છે. અહીંથી મરીને જેઓ કાલસૌકારિક કાળીઓ કસાઈ સુભૂમ બ્રહ્મદત્ત ચક્રવતિ વગેરે મરીને નરકે જવાના તે ચં–નાર કહેવાય. અથવા તે અહીં જ એવી જેલે કે નિવાસ સ્થાને એવાં હોય કે જ્યાં રહેનારાઓને ભય, દુઃખ, ત્રાસ ઉપદ્રવ ઘણું વેઠવા પડતાં હેય. તે પણ દ્રવ્યનારકો ગણાય છે. આ ક્ષેત્રથી કેડે હાથ વૈશાખ સંસ્થાને ઊભા રહેલા પુરૂષાકૃતિ સમાન ૧૪ રાજકમાં તિછોકની નીચેના ભાગમાં નીચે નીચે પહેલી એવી સાત નારકીઓ છે. તેમજ કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ, અપ્રતિષ્ઠાના નામના ૮૪ લાખ પ્રમાણ નરકાવાસાઓ છે.
કાલ નરક તેને કહેવાય કે જે નારકીની જેટલી સ્થિતિ (આયુષ્ય કાળ) હેય. ભાવ નરક જેઓ નારકીનું આયુષ્ય ભોગવી રહ્યા છે તેમજ નારકીનાં દુખે અનુભવી રહ્યાં છે. કહેવાની મતલબ એ કે નારકીમાં રહેલા છ નારકીનું આયુષ્ય અને અશાતા વેદનીય આદિ કર્મોના ઉદયથી. જોગવતાં દુખે અશાતાએ ભેગવે તે બને ભાવ નારક ગણી શકાય. - ત્યાં વેદના કેવા પ્રકારની હોય તે વેદનાનું યથાર્થ સ્વરૂપ તે અહીં તેવી ઉપમા આપવા લાયક પદાર્થો ન હોવાથી કેવળજ્ઞાનીઓ પણ સમજાવી ન શકે. છતાં દેવતાઓ પણ જે વેદનાને પ્રતિકાર (શાંત કરવાને ઉપાય) કરી શકતા નથી. તેવી તીવ્ર, ગાઢ, શીત અને ઉણ વેદના ઉત્પન્ન કરનાર નિરૂપમ એકાંત અશુભ સ્પર્શ, રસરૂપ અને ગંધવાળી પૃથ્વી હોય છે. પહેલી ત્રણ નારકીમાં ૧પરમાધામીએ કરેલી મગર, તલવાર, ભાલે, કરવત, કુંભિપાકાદિકથી વધતી વેદના અનુભવે છે. પિતે કરેલ પાપનાં ફળે શરણ રહિતપણે લાંબા કાળ સુધી ભગવે છે. બાકીની ચાર નારકીમાં પરમાધામી ન હોય તે પણ તે ક્ષેત્રના પ્રભાવથી તથા મહેમાંહે મારામારી કરી તીવ્ર વેદના અનુભવે છે.
આ અમ્બ નામના પરમધામિક દેવતા પિતાના ભવનમાંથી ક્રિીડા કરવા, માટે નારકીમાં જઈને શરણ વગરના એવા નારકી જીવેને કુતરાની માફક શલ ખીલા વગેરેના પ્રહાર કરી દેડાવે છે. અનાથ બિચારાને ઘાંચીના