Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
નારકી ગતિ અને તેનાં દુઃખ
છે
સિંહને શબ્દ સાંભળી નાસ ભાગ કરતાં મૃગલાંઓ દેડી જતાં હોયતેને પીડા ઉપજાવવા માટે ચારે બાજુથી ઘેરી લઈ પકડી પાડી, વધસ્થાને લઈ જવામાં આવે, તેમ નારકીઓને પણ આ દેવતાઓ વધસ્થાનતરફ ઘસડી જાય છે.
જે કઈ મનુષ્ય જીના સંહાર, આરંભ, સમારંભ થાય તેવા. કારખાનાઓ ચલાવે, મેટાં યુદ્ધો લડે, મહા પરિગ્રહ સંઘરે, પંચેન્દ્રિય. જીવને વધ કરે, માંસ ભક્ષણ કરે એવી જ મહા પાપવાળી ક્રિયા કરે. ઉત્કૃષ્ટ રાગ દ્વેષ કરનાર, અસંયમપૂર્વકનું જીવન નભાવનાર, પાપકર્મના કારણભૂત ક્રિયાઓ આચરનાર, જીને ભત્પાદક હિંસા, જઠ, મટી ચેરી આદિ મહાપાપ કર્મ કરનાર આત્માઓ તીવ્ર પાપના ઉદયવાળા. અત્યંત ભયાનક અતિશય અંધકારમય જ્યાં આગળ આંખથી તે કાં. દેખી શકાય જ નહિ, માત્ર અવધિ કે વિભંગ જ્ઞાનથી ઘુવડ દિવસે જેમ અતિમંદ મંદ દેખે, તેમ દેખી શકે. તે પણ પરિમિત ક્ષેત્ર જાણે. અને દેખે, એવી નારકીમાં ઉપરોક્ત પાપાચરણ કરનાર ઉપજે છે. ભેગને. ન છેડનારા આત્મા ખેરના અંગારાના અગ્નિ કરતાં અનંતગુણ આકરાતાપવાળી નારકીમાં અનેક પ્રકારની વિડંબના ભોગવે છે. પરમાધામીએ નારકજીની છાતી ઉપર ચડીને લોહીની ઉલટીઓ કરાવે છે. તેમજ કરવતથી શરીરના બે ટૂકડા કરી નાખે છે. ઘાણીમાં ઘાલીને તલ માફક પીલીને આંતરડાં બહાર કાઢે છે. તે વખતે અતિશમ આકંદનના શબ્દોથી. દિશામંડળ પણ પૂરાઈ જાય છે. હાડકાંને સમૂહ ઊંચે ઉછળે છે. ન. સાંભળી શકાય તેવા શબ્દો કરતી ગાઢ અંધકાર અતિ દુગધી તેમજ ભેદાયેલા હાથ પગથી મિશ્રિત રૂધિર, ચરબી છે જેમાં એવા દુર્ગધ. પ્રવાહવાળી નદીમાં વહેવડાવે છે. નિર્દયતાપૂર્વક ગીધેની ચાંચથી પીડા પમાડે છે. તપેલા દઢ સાણસાથી પકડીને જીભ બહાર ખેંચી કાઢે છેકેટલાકને ઊંધે મસ્તકે ઊંચે લટકાવી નીચે અગ્નિ સળગાવે છે. તીક્ષણ અંકુશની અણુ જેવાં કાંટાવાળાં વૃક્ષ ઉપર ચડાવી, ઉતારી જર્જરિત અને ઉઝરડાવાળું શરીર બનાવી તેમજ કાંટાની શય્યામાં સુવાડીને ઉપરથી. હથોડાના માર મારે છે. આંખના પલકારા જેટલું પણ જ્યાં સુખ દુર્લભ છે.
જુદાં જુદાં પ્રાણીઓના વધ કરનારા, જૂઠું બોલવારા ચીને પાપ