Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૩૩૪
શ્રી આગામે દ્ધારક પ્રવચન શોણ વિભાગ હો
ચરણ કરનારા આત્માઓ ભયંકર નારકીમાં ઝંપલાય છે. કેટલાક ધીઠા, અધમાધમ આત્માએ પ્રાણીઓને વધ કરે, અને વળી ધર્મશાસ્ત્રોના નામે હિંસામાં ધર્મ મનાવે. કહે છે કે “વેદમાં કહેલી હિંસા હિંસા જ નથી. વળી રાજાને શિકાર કરવા રૂપ વિને દકિયા તે તે રાજાને ધર્મ છે.” અથવા વેદમાં કહ્યું છે કે– “માંસના ભક્ષણ કરવામાં તથા મદિરાપાન કરવામાં વળી સ્ત્રીસંભોગ કરવામાં કશો બાધ નથી. કારણ કે પ્રાણીઓની તે પ્રવૃત્તિઓ છે. કેઈ નિવૃત્તિ-વિરતિ કરે તે મહાફળ મળે.” આવી વગર સમજણની વેદની પંક્તિએ આગળ કરી, વાંદરપ્રકૃતિના છને મદિરાપાન કરાવી, વીંછી કરડાવી હેરાનગતિમાં મૂકી દે છે. કૂર સિંહ અને કાળાનાગ માફક સ્વભાવથી જ હિંસા કરનાર કદાપિ પણ ક્રોધાગ્નિથી ગળતે શાંત થતું નથી. વળી પાધી, શિકારી, મચ્છી પકડનારાઓ તેમજ રાત દિવસ વધ-જીવ હિંસા પરિણતિવાળા કુરાત્માઓ અંતકાળે અંધકારમય દુગધી યાતનાવાળા નરક સ્થાનમાં ઊંધે મસ્તકે પડે છે. તિર્યંચ અને મનુષ્ય ભવમાંથી મરી નારકમાં ઉત્પન્ન થયેલ છે અંતર્મુહૂર્ત કાળમાં રેમ વગરના પક્ષી જેવું શરીર ઉત્પન્ન કરે છે. પર્યાપ્ત પૂર્ણ થયા બાદ અતિભયાનક પરમાધામીઓએ કરેલા શબ્દ સાંભળે છે. “અરે
ગરથી હણી નાખો! તલવારથી છેદી નાખો ! ભાલાઓ સેંકે! અગ્નિથી બાળે.” આવા ભયાનક સાંભળવાથી પણ ત્રાસ થાય તેવા શબ્દો કરીને -ભયબ્રાન્ત બનેલા ચાતરફથી મૂંઝાઈ ગયેલા, જેમ સિંહને નાદ સાંભળી હરણીયાં ભયબ્રાન્ત બને, તેમ હવે નિરાધાર અશરણ એવા આપણે કેને આશરે કરે? એમ વિચારતાં વિચારતાં ચારે દિશામાં નાશી જેવા પ્રયત્ન કરે છે. પણ જ્યાં જાય ત્યાં દુઃખ આગળ ઊભેલું છે. ભડકાવાળે ખેરને અગ્નિ હોય, તેની અંદર લાલચેળ જગજગતા અંગારા હોય તેની સરખી તપેલી ભૂમિમાં એ નારકીના જીવને પરાણે ચાલવું પડે છે. પછી દીનતાથી આકંદન કરે છે. નારકમાં બાદર અગ્નિકાય હિતે નથી તેથી જ્યાં અગ્નિ શબ્દ વાપર્યો હોય ત્યાં અગ્નિની જેવી ઉપમાવાળી વેદના સમજવી) આ તે માત્ર દિગદર્શન કરાવેલ છે. નહીંતર નારકીની ઉપણવેદના અહીંના અગ્નિ સાથે સરખાવી શકાય નહિ. ત્યાંની અને અહીંની ઉષ્ણ વેદનામાં મેરૂ ને સરસવ, સમુદ્ર ને બિન્દુ એટલે