Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૩૨૬
શ્રી આગદ્ધારક પ્રવચન-શ્રેણી વિભાગ છ
પ્રેરકની પુનીત પ્રેરણું. આ છે આખા જગતની ભાંજગડ કરે છે, પણ પિતે પિતાની ભાંજગડ કરતું નથી. આંખમાં એક માટે દુર્ગણ, આખા જગતને આંખ દેખે, પણ પિતાની અંદર રહેલા કણને આંખ દેખાતી નથી. પિતાની આંખ લાલ થઈ હોય તે પોતે દેખી ન શકે, પણ પારકાની દેખી શકે, તેમ આત્મા પિતાનામાં રહેલા અવગુણેને પિતે જોઈ શકતા નથી. એ કયારે જોઈ શકે? જે ધર્મરત્ન આવ્યું હોય તે પોતાનામાં રહેલી ખામી જરૂર સમજી શકે. આવું ધર્મરત્ન મળ્યા છતાં સાચવવું, ટકવું બહુ મુશ્કેલ છે. મનુષ્ય પૈસાવાળા થાય ત્યારે આપત્તિના ઢગલા પણ સાથે જ ખડા થાય છે. ચારે દરિદ્રના મકાન તરફ નજર કરતા નથી, પરંતુ ધનવાનેના ઘર તરફ નજર કરે છે. જુગારીઓ પણ માલદારને ફસાવે છે. માલદાર થયે એટલે ચેર લુંટાશ રાજ વ્યસનીઓની નજર તે તરફ કરે. તેમ ધર્મરત્ન આપણા પાસે આવ્યું ત્યારે પાપ-સ્થાનકે, કષાય, - અંતરાની નજર ઘમી તરફ ફરે. તે વખતે પાપ અને કષાથી દૂર
રહેવું ભારે પડે છે. એટલા જ માટે જણાવ્યું છે કે પ્રાપ્ત થએલા ધર્મ રત્નનું રક્ષણ અતિ મુશ્કેલ છે. પશુપાલ પાસે ચિન્તામણિ રત્ન અને તેને વિધિ પણ આવી ગયા હતા. વિધિનાં સમગ્ર સાધન લાવી શકે તેમ હતું, પણ ગેર સમજણથી રન ફેંકી દીધું. તેમ આપણો જીવ ધર્મરત્ન પામ્યા પછી પ્રેરક ગુરુ મળ્યા હોય, વિધિ કર્યા ન કર્યાને લાભ તે સમજાવનાર સદ્ગુરુ પણ હય, તે પણ મેડાધિન બનેલો આત્મા પ્રેરક પુનિત સાચે ઉપદેશ લક્ષ્યમાં લેતે નથી માટે પ્રેરકની પુનિત પ્રેરણા સફળ કરે.
- કથાનું અંતિમ - જ્યારે જયદેવ શાસ્ત્રમાંથી ચિંતામણિ રત્નનાં લક્ષણ અને તેના ગુણે ફાયદા જાણે છે, ત્યારે બીજા રત્નને પત્થર સમાન માને છે. એવી જ રીતે વિવેકી આત્માએ શાસ્ત્રમાંથી જેઓ આત્માદિક અતીન્દ્રિય પદાર્થો, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, વીતરાગતા, અનંતું સુખ, મેક્ષાનું સુખ જાણે, છે, તેઓ જન્મ, મરણ, વૃદ્ધાવસ્થા આધિ, વ્યાધિ, ઉપાધિઈટ વિયેગ, અનિષ્ટ સંગરૂપ દુઃખ જ્યાં લગીર પણ નથી, તેવું શાશ્વતું ધામ