Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 336
________________ ૩૧છે ધર્મરન પ્રકરણ વૈભવની જરૂર છે. વૈભવ વગરને આત્મા ધર્મરત્વ પામી શકતું નથી.. પુણ્ય વૈભવથી અવિકલ સંપૂર્ણ નિર્મળ ગુણને સમુદાય ધારણ કરનાર આત્મા જિનેશ્વરના ધર્મરૂપી ચિંતામણિ રત્નને પામી શકે છે. - માનવ જીવનની સફળતા. આ મનુષ્ય ભવ “દુ:નિમિત્તમામ અર્થાત્ દુઃખને કારણભૂત. છે. મનુષ્યભવ મળવામાં પણ દુઃખના કારણ સ્વરૂપ છે. તેમજ જગતમાં જે જે દુઃખે છે, તેનું મોટું કારણ હોય તે આ મનુષ્ય ભવ છે. સાતમી. નારકીમાં જનારા આત્માઓ હોય તે મનુષ્ય અપવાદ રૂપે મર્યો છે, પણ તેમાં મૂળ કારણ તે મનુષ્યપણું છે. તેમજ મનુષ્યગતિ મેળવવા માટે પણ પૂર્વે દુઃખ સહન કરવું પડે છે. તેથી શાસ્ત્રોમાં દેવભવ દુર્લભ ન કહ્યો પણ “ વડુ મારે મરે” અર્થાત મનુષ્યભવ જ દુર્લભ છે. મોક્ષની નીસરણીરૂપ ચારિત્ર પણ મનુષ્ય ગતિમાં જ મળી શકે છે જ્ઞાન, દર્શન, ચારિત્રની ત્રણે એકી સામટી આરાધના કરાતી હોય તે માત્ર મનુષ્ય ભવમાં જ થાય છે. આ મનુષ્ય ભવને જે સદુપયોગ કરશે. તે મેક્ષ મેળવી આપનાર છે, અને જો દુરુપયોગ કરીને વિષય-કષાય. ૧૮ પાપ-સ્થાનક સેવનમાં વેડફી નાંખશે તો આ જ મનુષ્યપણું ભયંકર દુર્ગતિના દુઃખમાં ધકેલી દે છે. અકામ-નિર્જરાને અજબ ચમત્કાર, વર્તમાન કાળની અપેક્ષાએ મનુષ્યગતિ સારી, પણ અનુપગ કર્યો તે હેર કરતાં હલકો છે. એક માણસ પાસે મિલકત છે, પણ ફના કરે. છે. નવું દેવું વધારે છે. તે ખરાબ ગણાય, અને દેવું પતાવે તથા નવી મૂડી ઊભી કરે તે સારે ગણાય. તિર્યએ આગળ કરેલાં પાપે ભગવી, અકામ નિર્જરા કરી, ઘણે ભાગે દેવગતિનું આયુષ્ય અને પુન્ય બાંધે છે. દેવતાઓનું થાળું તિય પૂરે છે. પરંતુ મનુષ્યથી પૂરતું નથી. ગર્ભ: મનુષ્ય ગણતરીના જ, માત્ર ૨૯ આંકની સંખ્યાવાળા, અસંગ્નિ-મનુષ્ય કે તિર્ય દેવલેકે ન જાય. વગર ઈરછાએ ભૂખ, તરસ, ટાઢ, તડકે , પીડા સહન કરવા દ્વારા જે નિર્જરા કરે છે, તે અકામ નિજ ના કર છે. તેથી તેઓ દેવતા થાય. શૂલપાણિ યક્ષ કેશુ?, તે આગલા ભવમાં

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364