Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
'
' .
'
'
'
૩૧૪
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ ૬ જાય અને ખાડામાં પડે, તે પણ સારથિને તે ખાડામાંથી બહાર કાઢી ઊભું કરી રથમાં જેડ જ પડે. ભાગી ગયે તે “એ છે થયે” એમ સારથિ ન લે. તેમ ધર્મનાયકેનું શું કાર્ય ? ધર્મ છેડીને જીવ ખસી જાય, અગર ખસવાની તૈયારી કરે તે તેની બેદરકારી ધર્મ ગુરુઓએ ન કરતાં તેને ધર્મમાં જોડે છે. હજુ મેઘકુમાર બોલતે નથી, અને સવારે ભગવાન પાસે આવે છે, એટલે બોલ્યા પહેલાં તે શ્રી મહાવીર ભગવાન કહે છે કે-હે મેઘકુમાર! રાત્રે આ માઠો વિચાર કર્યો તે દુધ્ધન કર્યું. તે વખતે મેઘકુમાર “ના સાહેબે તેમ નથી કહેતે પણ હા કહે છે. અરે! આપણે તે દુઃખની સામા જવાવાળા, સુખની દરકાર વગરના દુખની તૈયારી કરનારા, અને દુઃખને સહન કરી સંવર નિર્જરા કમાવાવાળા સાધુએ છીએ. આવા સાધુવર્ગમાં આવ્યા પછી દુઃખ લગાડવું તે તને. યુક્ત નથી. તારે પૂર્વભવ યાદ કર. તું આગલા ભવમાં હાથી હતું. ત્યાં તિર્યંચના ભાવમાં પણ પ્રાણને ભેગે પરદા પાળી, તે પછી અહીં સ્વદયા માટે, કર્મનિર્જરા માટે આટલા સામાન્ય દુઃખથી તું કેમ ડરી જાય છે? કન્યાદાનમાં દાગીના આપવા છે, પણ ઘરની જડી લઈ જાય તે પાલવતી નથી. આ મૂર્ખતા ગણાય. તેમ અહીં બાહ્ય દ્રવ્યદયા માટે તિર્યંચની અજ્ઞાન સ્થિતિમાં પ્રાણ અર્પણ કરનાર અહીં સ્વદયા માટે ધર્મને ધક્કો મારવા તૈયાર થાય, તે ધર્મની સમજણુદશાની શાબાશી કે અણસમજણ દશાની શાબાશી? તરત જ મેઘકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યાં આંખ સિવાય આખું અંગ સરાવે છે. આમ સરખાવટ કરીને સમજાવવામાં આવે છે. આટલી ઊંચી સ્થિતિમાં આવ્યા પછી આવી બાબતમાં કંટાળો લાવે તારા સરખાને ભતું નથી. આ કથા મેઘકુમારની કહી. કથામાં એક જ વાત પકડવાની, આગળ પાછળની વાતને સંબંધ ન હય, દ્રષ્ટાંતમાં બધી બાબતે આપણા આત્મા ઉપર ઉતારવાની ન હોય, પણ મુખ્ય બાબતને ઘડે લેવાનું હોય. પશુપાલન કથા માત્ર કથા માટે કહેલ નથી, જ્ઞાન તરીકે કહેલું છે. બધા અંગે પાંગ ઘટાડવા જોઈએ. અને તે કથામાંથી રહસ્ય લેવું જોઈએ.
ભટકતા છવની જયદેવ સાથે સરખામણી આ જીવ જન્મ કર્મની પરંપરા કરતે અનાદિકાળથી સંસારમાં