Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૩૧
ધર્મરત્ન પ્રકરણ
એકની રીસ એ જ બીજાને સંતોષનું કારણ - “હવે વહુની રીત અને સાસુને સંતેષ ગમારે જે મણિ ફેક. કે જ્યદેવ તે મણિ પાસે તરત ગયે. અને દેખી પૂર્ણ હર્ષ પામ્ય પહેલા જે હસ્તિનાપુર નગર, પહાડ, પર્વત, ખાણે, બંદર અનેક જગ્યાએ ફરીને ભૂખ તરસ વગેરે દુઃખ પરિશ્રમ વેઠયા, તે અહીં સફળ થયા, એમ તેણે ગણ્યા. મણિ પાસે જઈને પહેલાં નમસ્કાર કર્યો અને પછી હાથમાં લે છે. હવે જયદેવ ચિંતામણિ રત્ન પામી પિતાને નગર તરફ પ્રયાણ કરે છે. માર્ગમાં અનેક સંકટોને સામને કરતે કરતે પિતાના નગરમાં નિવિદને પહોંચી જાય છે. સારી જગ્યામાં વસવાટ હોય, ઘેર કે ભાગ્યશાળી આત્માનાં પગલાં થાય, અગર કઈ ઉત્તમ ગાય, બળદ, અશ્વ કે હાથી કે સુંદર લક્ષણવાળું રત્ન આવી જાય, તે ઘરની જાહે-- જલાલી થાય. સામાન્યકાળમાં ઉદય થાય, તો પછી ચિંતામણિ જેવી વસ્તુ હાથમાં આવી જાય પછી શું કહેવું? રીસાયેલા રબારીએ ચિંતામણિ રત્ન ફેક, પણ જયદેવને તે સંતોષનું કારણ થયું.
પુત્કર્ષની અજબ લીલા. ઘેર આવ્યા પછી જે માતાપિતા એક વખત પરદેશ જવાની ના પાડતા હતા, ચિંતામણિ જેવી વસ્તુ જ નથી, માત્ર શાસ્ત્રમાં કલ્પના ગોઠવી છે, એવું કહેનારા માતાપિતા રત્ન દેખીને આનંદ પામ્યાપુત્રને આશીર્વાદ આપવા લાગ્યા.
હવે માતાપિતા તે પુત્રનું લગ્ન કરવા માટે કન્યાની શોધ કરે છે. એ જ નગરના એક ધનવાન શેઠની રત્નવતી નામની કન્યાની સાથે વિવાહ કર્યો. ઠાઠમાઠથી લ ત્સવ કર્યો. એમ કરતાં શેઠને ત્યાં પુત્ર પૌત્ર પરિવાર વૃદ્ધિ પામે. વેપાર રોજગાર પણ વધવા લાગે. દેશ પરદેશમાં કીર્તિ પુષ્કળ વધી. આટલું છતાં જયદેવ દરરોજ માતાપિતાને વિનય, નમસ્કાર, સેવા, ભક્તિ ચૂકતા નથી. હવે એ જ માતાપિતા હર્ષપૂર્વક અમારા કૂળને દીપક વગેરે વિશેષણથી નવાજવા લાગ્યા, અને અભિનંદન આપ્યું. દિન પ્રતિદિન સંપત્તિ, સાધન અને આનંદ વૃદ્ધિ પામ્યા. ખરેખર પુત્કર્ષની અજબ લીલા છે.