Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૩૧૦
શ્રી અગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ દ ો હતું, પણ અંદર દેવ ચાર હાથના હતા. આમ રબારી કહે છે, પણ મણિ હંકારે પૂરતું નથી, એટલે ગમાર કહેવા લાગ્યો કે તે કથા ન કરી. હું કહું છું તેમાં હકારે પણ આપતા નથી. અરે! તમારા માથે કેવી મેટી ફરજ આવવાની છે. આજથી ત્રીજે દહાડે હું માંગીશ તે તારે આપવું પડશે - કેટલાક અજ્ઞાનીઓ દેવ દેવીઓની માનતા માને છે. રેગ ન મટ. તે બીજું શું મટાડશે? અર્થાત્ લૌકિકમાં દેવગુરુ ફળે તે લીલા લહેર, નહીંતર ફાવ્યા નહિ ગણે છે, એટલું જ નહિ પણ તે આરાધના પડતી મૂકે છે. આપણે રબારીને હસીએ છીએ, પણ એ જ સ્થિતિમાં આપણે પણું છીએ. જે દેવ, ગુરુ, ધર્મના આરાધનમાં સિદ્ધિ ન થઈ, તે લોકોત્તર દેવ, ગુરુ, ધર્મને પણ તેવી સ્થિતિમાં આપણે લાવી નાખીએ છીએ. દેવ, ગુરુ, ધર્મ એ કટથી આરાધ્ય છે. કષ્ટ વખતે તેની આરાધનાની ખરી કિંમત લગીર કષ્ટ પડે તે આપણે દેવ, ગુરુ, ધર્મને પ્રથમ છોડીએ છીએ.
રત્ન ફેકનાર રબારી, - આપણે બધાએ ધર્મને સાવકા કરા જે ગયે છે. કાર્ય સિદ્ધિ માતાની ન થાય ત્યારે ઓરમાન છોકરાનું બતાણું કાઢે. હવે રેષાયમાન થઈ ગમાર ચિંતામણિને કહે છે: “તારું નામ ચિંતામણિ કોણે પાડ્યું? તારું નામ જ ખોટું છે. કદી સાચું હોય તે ચિંતા ઊભી કરનાર માણુ! ચિંતા રૂપ જ માણ. જ્યારથી મારા હાથમાં તું આવ્યું, ત્યારથી મને ચિંતા થઈ છે. અરે! ચિંતા કરીને રહેવાવાળે હોય તે અડચણ નથી. આ તે ચિંતા દ્વારા મને મારવાને તે રસ્તે કર્યો છે. રાબ, ઘેંશ અને છાશ વગર ક્ષણવાર જીવી ન શકું, એ હું ત્રણ દિવસ ખાઉં નહીં. હું મરી જઉં કે બીજુ કંઈ? માટે આ તે મરવાને ઉપાય પેલા વાણિયાએ બતાવે છે. એ વાણિયાએ માંગ્યું તે મેં ન આપ્યું, તેથી જ મને મારી નાંખવાને આ પ્રસંગ ર જણાય છે. પણ હું એ કા નથી કે વાણિયાના કહેવાથી ત્રણ દિવસ લાંઘણ કરૂં. આ ચિંતા કરાવનાર હોવાથી અહીંથી એવી જગ્યા પર ફેંકી દઉં કે ફરીથી મારી નજરે પડે એમ કહી રબારીએ રત્નને બહુજ દુર ફેંકી દીધું.