Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૨૫૦
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ દ હો
પ્રવચન ૨૩૩ મું સર્વજ્ઞનાં વચન વિના છ એ કાયમાં જીવ માની શકાય એમ નથી. પ્રથમનાં કર્મોને વિપાક બલવત્તર હોય ત્યાં સુધી પછીનાં કર્મોને વિપાક પડ્યો રહે; પણ એને સમય થયે તે ઉદયમાં આવે જ ! સ્પશનેન્દ્રિય વ્યાપક છે, બીજી ઇન્દ્રિયો વ્યાપ્ય છે.
શ્રીગણધર મહારાજાએ શાસનની સ્થાપના સમયે, ભવ્ય જીના હિતાર્થે, રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના અષ્ટમ શતકના પ્રથમ ઉશને પુદ્ગલ-પરિણામ નામનો અધિકાર ચાલુ છે. જીવને પગલે વળગેલાં, એ જણાવવાજ શાસ્ત્રકાર મહારાજા વારંવાર એ વાક્ય તરફ અંગુલિનિર્દેશ કરે છે, કે સ્વરૂપે તે સૂકમ એકેન્દ્રિયમાં સબતો જ વતથા શ્રી સિદ્ધભગવંતને જીવ સમાન છે. સંસારી જી તથા મુકિતના જીવમાં સ્વરૂપે ફરક નથી, પણે જે ફરક છે તે પુર્દ શેલને અંગે છે. સંસારી છે તથા મુક્તિના જ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી સમાન છે, પણ ભાવથી ભેદ છે. કમ સંગથી લેવાયેલા છે તે સંસારી, અને કર્મ સંયોગથી સદંતર મુકત બનેલા છે તે સિદ્ધ.
સંસારી જીમાં પણ એકેન્દ્રિયાદ પંચ જાતિના પાંચ ભેદ છે. આપણે જમ્યા ત્યારે શરીર એક વેંત ને આંગળનું હતું, એમાંથી પાંચ ફૂટનું કેમ થયું ? આહારના પગલેને પરિણાવવા ગયા, અને શરીર મેટું થતું ગયું. એ જ રીતે જીભ, કાન, નાક, તથા આંખ પણ નાનાં જ હતાં ને ! ત્યાં પરિણમાવનાર પણ આ જીવ જ છે ને શરીર તથા ઇન્દ્રિયને મોટાં કરવાં કઈ બીજુ આવે તેમ નથી. શરીર, ઇન્દ્રિ, હાડકાં, માંસ, લેહી વધે છે તે ચકકસ. તે શાથી?, કર્મના ઉદયથી, એટલે મનુષ્યગતિ નામકર્મના ઉદયથી. આ ઉપરથી એક વસ્તુ સિદ્ધ છે કે, આત્માને ઉપગ હોય કે ન હોય, આવડત હોય કે ન હોય પણ પરિણામ પ્રમાણે કર્મો બંધાય જ છે. બંધાયેલાં કર્મોના ઉદય પ્રમાણે શરીરનું બંધારણ થતું જ જાય છે. જીવ કે ઈ માથામાં માને, છાતીમાં માને, નાભિમાં માને, પણ તેમ નથી. એમ માનવું ખોટું છે. જયાં જયાં પશે ગ્રહણ કરવાની તાકાત, ત્યાં ત્યાં બધે જીવપ્રદેશ છે. જીવપ્રદેશ